1 કાળવૃતાંત ૨૯:૨૦
દાઉદે સમગ્ર સભાના લોકોને કહ્યું, “યહોવાહ તમારા ઈશ્વરની સ્તુતિ કરો!” અને આખી સભાએ યહોવાહ તેમના પિતૃઓના ઈશ્વર સમક્ષ પોતાના માથા નમાવીને તેમની આરાધના કરી અને રાજાનું અભિવાદન કર્યુ.1 કાળવૃતાંત ૨૯:૨૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 29:20
- Then David said to all the assembly, “Now bless the LORD your God!” All the assembly blessed the LORD, the God of their fathers, and bowed down their heads and prostrated themselves before the LORD and the king.
- हिन्दी — 1 इतिहास २९:२०
- तब दाऊद ने सारी सभा से कहा, “तुम अपने परमेश्वर यहोवा का धन्यवाद करो।” तब सभा के सब लोगों ने अपने पितरों के परमेश्वर यहोवा का धन्यवाद किया, और अपना-अपना सिर झुकाकर यहोवा को और राजा को दण्डवत् किया।
સંદર્ભમાં
૧૮હે યહોવાહ, અમારા પિતૃઓ, ઇબ્રાહિમ, ઇસહાક અને ઇઝરાયલના પ્રભુ, તમારા લોકોનાં હૃદય અને વિચારો સદા એવા જ રાખો અને તેમના હૃદયને તમારી તરફ વાળો.
૧૯મારા પુત્ર સુલેમાનને સંપૂર્ણ સમર્પિત હૃદય આપો જેથી તે તમારી બધી જ આજ્ઞાઓ, વિધિઓ અને નિયમોનું પાલન કરે અને આ બધાં કામો કરે. જે મહેલને માટે મેં તૈયારી કરી છે તે મહેલ પણ તે બાંધે.”
૨૦દાઉદે સમગ્ર સભાના લોકોને કહ્યું, “યહોવાહ તમારા ઈશ્વરની સ્તુતિ કરો!” અને આખી સભાએ યહોવાહ તેમના પિતૃઓના ઈશ્વર સમક્ષ પોતાના માથા નમાવીને તેમની આરાધના કરી અને રાજાનું અભિવાદન કર્યુ.
૨૧બીજે દિવસે યહોવાહના માટે તેઓએ બલિદાન આપ્યાં અને દહનીયાર્પણ ચઢાવ્યા. તેઓએ એક હજાર બળદો, એક હજાર હલવાન અને એક હજાર ઘેટાંના અર્પણ સહિત આખા ઇઝરાયલ માટે પેયાર્પણ કર્યું.
૨૨તે દિવસે, તેઓએ યહોવાહ સમક્ષ ખાંધુપીધું અને ખૂબ આનંદ કર્યો. તેમણે દાઉદના પુત્ર સુલેમાનને બીજીવાર રાજા જાહેર કર્યો અને તેનો યહોવાહના નામે શાસક તરીકે અને સાદોકને ઈશ્વરના યાજક તરીકે અભિષેક કર્યો.
