Skip to content
Methodist Church Nadiad

1 કાળવૃતાંત ૫:૨૫

પણ તેઓ પોતાના પિતૃઓના ઈશ્વરને અવિશ્વાસુ હતા. તેઓની આગળથી દેશના જે લોકોનો વિનાશ ઈશ્વરે કર્યો હતો તેઓના દેવોની પૂજા કરીને તેઓ ધર્મભ્રષ્ટ થયા.

1 કાળવૃતાંત ૫:૨૫ · IRV

આ કલમ બીજી ભાષાઓમાં

English1 Chronicles 5:25
They trespassed against the God of their fathers, and played the prostitute after the gods of the peoples of the land whom God destroyed before them.
हिन्दी1 इतिहास ५:२५
परन्तु उन्होंने अपने पितरों के परमेश्वर से विश्वासघात किया, और उस देश के लोग जिनका परमेश्वर ने उनके सामने से विनाश किया था, उनके देवताओं के पीछे व्यभिचारिणी के समान हो लिए।

સંદર્ભમાં

૨૩મનાશ્શાનું અડધું કુળ, બાશાનના દેશથી બઆલ-હેર્મોન તથા સનીર જે હેર્મોન પર્વત છે ત્યાં સુધી વસ્યું.

૨૪તેઓના પિતાના કુટુંબોના આગેવાનો આ પ્રમાણે હતા: એફેર, ઈશી, અલિયેલ, આઝ્રીએલ, યર્મિયા, હોદાવ્યા તથા યાહદીએલ. તેઓ પરાક્રમી, હિંમતવાન, નામાંકિત પુરુષો હતા તથા પોતાના પિતાના કુટુંબનાં આગેવાનો હતા.

૨૫પણ તેઓ પોતાના પિતૃઓના ઈશ્વરને અવિશ્વાસુ હતા. તેઓની આગળથી દેશના જે લોકોનો વિનાશ ઈશ્વરે કર્યો હતો તેઓના દેવોની પૂજા કરીને તેઓ ધર્મભ્રષ્ટ થયા.

૨૬ઇઝરાયલના ઈશ્વરે આશ્શૂરના રાજા પૂલનું તથા આશ્શૂરના રાજા તિલ્ગાથ-પિલ્નેસેરનું પણ મન ઉશ્કેર્યું. તે તેઓને એટલે રુબેનીઓને, ગાદીઓને તથા મનાશ્શાના અડધા કુળને બંદીવાન કરીને લઈ ગયો. તેણે તેઓને હલાહ, હાબોર, હારા તથા ગોઝાન નદીને કિનારે લાવીને વસાવ્યા, જ્યાં તેઓ આજ સુધી વસેલા છે.

આખો અધ્યાય વાંચો

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.