1 કાળવૃતાંત ૭:૬
બિન્યામીનના ત્રણ દીકરાઓ: બેલા, બેખેર તથા યદીએલ.1 કાળવૃતાંત ૭:૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 7:6
- The sons of Benjamin: Bela, Becher, and Jediael, three.
- हिन्दी — 1 इतिहास ७:६
- बिन्यामीन के पुत्र: बेला, बेकेर और यदीएल ये तीन थे।
સંદર્ભમાં
૪તેઓના પિતૃઓના કુટુંબોની વંશાવળી પ્રમાણે, તેઓની પાસે લડાઈને માટે હથિયારબંધ છત્રીસ હજાર માણસો હતા, કેમ કે તેઓની ઘણી પત્નીઓ તથા દીકરાઓ હતા.
૫ઇસ્સાખારના કુળના પિતૃઓનાં કુટુંબો મળીને તેઓના ભાઈઓની વંશાવળી પ્રમાણે ગણતાં તેઓ સિત્યાશી હજાર યોદ્ધાઓ હતા.
૬બિન્યામીનના ત્રણ દીકરાઓ: બેલા, બેખેર તથા યદીએલ.
૭બેલાના પાંચ દીકરાઓ; એસ્બોન, ઉઝિઝ, ઉઝિયેલ, યરિમોથ તથા ઈરી હતા. તેઓ કુટુંબોના સૈનિકો તથા આગેવાનો હતા. તેઓની ગણતરી પ્રમાણે તેઓના યોદ્ધાઓની સંખ્યા બાવીસ હજાર ચોત્રીસ હતી.
૮બેખેરના દીકરાઓ: ઝમિરા, યોઆશ, એલીએઝેર, એલ્યોનાય, ઓમ્રી, યેરેમોથ, અબિયા, અનાથોથ તથા આલેમેથ. આ બધા તેના દીકરાઓ હતા.
