1 કાળવૃતાંત ૯:૩૪
તેઓ લેવીઓના પિતૃઓના કુટુંબનાં આગેવાનો હતા, એટલે પોતાની સર્વ પેઢીઓમાં મુખ્ય પુરુષો હતા. તેઓ યરુશાલેમમાં રહેતા હતા.1 કાળવૃતાંત ૯:૩૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 9:34
- These were heads of fathers’ households of the Levites, throughout their generations, chief men. They lived at Jerusalem.
- हिन्दी — 1 इतिहास ९:३४
- ये ही अपनी-अपनी पीढ़ी में लेवियों के पितरों के घरानों में मुख्य पुरुष थे, ये यरूशलेम में रहते थे।
સંદર્ભમાં
૩૨કહાથીઓના વંશજોમાંના કેટલાકને દર વિશ્રામવારે અર્પણ કરવાની રોટલી તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.
૩૩ગાનારાઓ અને લેવીઓના કુટુંબનાં આગેવાનો પવિત્રસ્થાનના ઓરડાઓમાં રહેતા હતા, તેઓને અન્ય ફરજો બજાવવાની ન હતી, કેમ કે તેઓ રાત દિવસ પોતાના જ કામમાં વ્યસ્ત રહેતા હતા.
૩૪તેઓ લેવીઓના પિતૃઓના કુટુંબનાં આગેવાનો હતા, એટલે પોતાની સર્વ પેઢીઓમાં મુખ્ય પુરુષો હતા. તેઓ યરુશાલેમમાં રહેતા હતા.
૩૫ગિબ્યોનનો પિતા યેઈએલ ગિબ્યોનમાં રહેતો હતો, તેની પત્નીનું નામ માકા હતું.
૩૬તેનો જયેષ્ઠ દીકરો આબ્દોન, પછી સૂર, કીશ, બઆલ, નેર તથા નાદાબ,
