કરિંથીઓને પહેલો પત્ર ૧:૧૬
વળી સ્તેફનના કુટુંબનું પણ મેં બાપ્તિસ્મા કર્યું હતું; એ સિવાય મેં બીજા કોઈનું બાપ્તિસ્મા કર્યું હોય, એની મને ખબર નથી.કરિંથીઓને પહેલો પત્ર ૧:૧૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Corinthians 1:16
- (I also baptized the household of Stephanas; besides them, I don’t know whether I baptized any other.)
- हिन्दी — 1 कुरिन्थियों १:१६
- और मैंने स्तिफनास के घराने को भी बपतिस्मा दिया; इनको छोड़, मैं नहीं जानता कि मैंने और किसी को बपतिस्मा दिया।
સંદર્ભમાં
૧૪હું ઈશ્વરની સ્તુતિ કરું છું કે, ક્રિસ્પસ તથા ગાયસ સિવાય મેં તમારામાંના કોઈનું બાપ્તિસ્મા કર્યું નથી.
૧૫રખેને એમ ન થાય કે તમે મારે નામે બાપ્તિસ્મા પામ્યા હતા.
૧૬વળી સ્તેફનના કુટુંબનું પણ મેં બાપ્તિસ્મા કર્યું હતું; એ સિવાય મેં બીજા કોઈનું બાપ્તિસ્મા કર્યું હોય, એની મને ખબર નથી.
૧૭કારણ કે બાપ્તિસ્મા કરવા માટે નહિ, પણ સુવાર્તા પ્રગટ કરવા માટે, ખ્રિસ્તે મને મોકલ્યો; એ કામ વિદ્વતાથી ભરેલા પ્રવચનથી નહિ, એમ ન થાય કે ખ્રિસ્તનો વધસ્તંભ નિરર્થક થાય.
૧૮કેમ કે નાશ પામનારાઓને તો વધસ્તંભની વાત મૂર્ખતા જેવી લાગે છે; પણ અમો ઉદ્ધાર પામનારાઓને તો તે ઈશ્વરનું સામર્થ્ય છે.
