કરિંથીઓને પહેલો પત્ર ૭:૧૮
શું કોઈ સુન્નતી તેડાયેલો છે? તો તેણે બેસુન્નતી જેવા ન થવું, શું કોઈ બેસુન્નતી તેડાયેલો છે? તો તેણે સુન્નતી જેવા થવું નહિ.કરિંથીઓને પહેલો પત્ર ૭:૧૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Corinthians 7:18
- Was anyone called having been circumcised? Let him not become uncircumcised. Has anyone been called in uncircumcision? Let him not be circumcised.
- हिन्दी — 1 कुरिन्थियों ७:१८
- जो खतना किया हुआ बुलाया गया हो, वह खतनारहित न बने: जो खतनारहित बुलाया गया हो, वह खतना न कराए।
સંદર્ભમાં
૧૬અરે સ્ત્રી, તું તારા પતિનો ઉદ્ધાર કરીશ કે નહિ, એ તું શી રીતે જાણી શકે? અરે પુરુષ, તું તારી પત્નીનો ઉદ્ધાર કરીશ કે નહિ, એ તું શી રીતે જાણી શકે?
૧૭કેવળ જેમ ઈશ્વરે દરેકને વહેંચી આપ્યું છે અને જેમ પ્રભુએ દરેકને તેડ્યું છે, તેમ તે દરેકે ચાલવું; અને એ જ નિયમ હું સર્વ વિશ્વાસી સમુદાયો માટે ઠરાવું છું.
૧૮શું કોઈ સુન્નતી તેડાયેલો છે? તો તેણે બેસુન્નતી જેવા ન થવું, શું કોઈ બેસુન્નતી તેડાયેલો છે? તો તેણે સુન્નતી જેવા થવું નહિ.
૧૯સુન્નત તો કંઈ નથી, અને બેસુન્નત પણ કંઈ નથી, પણ ઈશ્વરની આજ્ઞાઓનું પાલન તે જ બધું છે.
૨૦દરેક માણસને જે સ્થિતિમાં તેડવામાં આવ્યો હોય એ જ સ્થિતિમાં તે રહે.
