કરિંથીઓને પહેલો પત્ર ૭:૨૯
ભાઈઓ, હું એ કહું છું કે હવે થોડો સમય બાકી રહેલો છે; જેઓએ લગ્ન કર્યા છે તેઓ લગ્ન કર્યાં વિનાના જેવા થાય.કરિંથીઓને પહેલો પત્ર ૭:૨૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Corinthians 7:29
- But I say this, brothers: the time is short. From now on, both those who have wives may be as though they had none;
- हिन्दी — 1 कुरिन्थियों ७:२९
- हे भाइयों, मैं यह कहता हूँ, कि समय कम किया गया है, इसलिए चाहिए कि जिनके पत्नी हों, वे ऐसे हों मानो उनके पत्नी नहीं।
સંદર્ભમાં
૨૭શું તું પત્ની સાથે બંધાયેલો છે? તો તું તેનાથી વિખૂટા પડવાની ઇચ્છા કરીશ નહિ. શું તું પત્નીથી છૂટો થયેલો છે? તો હવે તું પત્નીની ઇચ્છા કરીશ નહિ.
૨૮જો તું લગ્ન કરે, તો તું પાપ નથી કરતો; અને જો કુંવારી સ્ત્રી લગ્ન કરે તો તે પાપ કરતી નથી; જોકે લગ્ન કરવાથી જીવનમાં કેટલીક મુશ્કેલીઓ પડશે પણ હું તમારા પર દયા રાખીને તમારો બચાવ કરવા ઇચ્છું છું.
૨૯ભાઈઓ, હું એ કહું છું કે હવે થોડો સમય બાકી રહેલો છે; જેઓએ લગ્ન કર્યા છે તેઓ લગ્ન કર્યાં વિનાના જેવા થાય.
૩૦રડનારા ન રડનારા જેવા થાય; અને હર્ષ કરનારા એવા આનંદથી દૂર રહેનારા જેવા થાય; વળી ખરીદનાર પોતાની પાસે કશું ન રાખનારા જેવા થાય;
૩૧અને જેઓ આ દુનિયાના વ્યવહાર કરનારા છે તેઓ દુનિયાના વ્યવહારમાં ગળાડૂબ થઈ તલ્લીન થઈ ગયેલા જેવા થાઓ નહિ. કેમ કે આ ભૌતિક જગતનો વૈભવ નષ્ટ થવાનો છે.
