1 રાજાઓ ૧:૨૮
પછી દાઉદ રાજાએ જવાબ આપ્યો, “બાથશેબાને મારી પાસે બોલાવો.” તે રાજાની હજૂરમાં આવીને તેની સંમુખ ઊભી રહી.1 રાજાઓ ૧:૨૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Kings 1:28
- Then King David answered, “Call Bathsheba in to me.” She came into the king’s presence and stood before the king.
- हिन्दी — 1 राजाओं १:२८
- दाऊद राजा ने कहा, “बतशेबा को मेरे पास बुला लाओ।” तब वह राजा के पास आकर उसके सामने खड़ी हुई।
સંદર્ભમાં
૨૬પણ મને, હા, મને આ તમારા સેવકને, સાદોક યાજકને, યહોયાદાના દીકરા બનાયાને તથા તમારા સેવક સુલેમાનને તેણે આમંત્રણ આપ્યું નથી.
૨૭શું એ કામ મારા માલિક રાજાએ કર્યું છે? જો એમ હોય તો મારા માલિક રાજાની પછી તેમના રાજ્યાસન પર કોણ બેસશે એ તમે આ તમારા દાસને તો જણાવ્યું નથી.”
૨૮પછી દાઉદ રાજાએ જવાબ આપ્યો, “બાથશેબાને મારી પાસે બોલાવો.” તે રાજાની હજૂરમાં આવીને તેની સંમુખ ઊભી રહી.
૨૯રાજાએ સમ ખાઈને કહ્યું, “જે ઈશ્વરે મારો પ્રાણ વિપત્તિમાંથી બચાવ્યો તે જીવતા ઈશ્વરની હાજરીમાં કહું છું કે,
૩૦જેમ મેં તારી આગળ ઇઝરાયલના ઈશ્વર યહોવાહના સમ ખાઈને તેમની હાજરીમાં કહ્યું છે કે, ‘મારા પછી તારો દીકરો સુલેમાન રાજ કરશે અને તે મારી જગ્યાએ રાજ્યાસન પર બેસશે,’ તે પ્રમાણે હું આજે ચોક્કસ કરીશ.”
