1 રાજાઓ ૧:૪૯
પછી અદોનિયાના સર્વ મહેમાનો ગભરાયા; તેઓ ઊઠીને માણસ પોતપોતાને માર્ગે ગયા.1 રાજાઓ ૧:૪૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Kings 1:49
- All the guests of Adonijah were afraid, and rose up, and each man went his way.
- हिन्दी — 1 राजाओं १:४९
- तब जितने अतिथि अदोनिय्याह के संग थे वे सब थरथरा उठे, और उठकर अपना-अपना मार्ग लिया।
સંદર્ભમાં
૪૭રાજાના સેવકોએ આપણા માલિક દાઉદ રાજાને આશીર્વાદ આપવા અંદર આવીને કહ્યું, ‘તમારા ઈશ્વર તમારા નામ કરતાં સુલેમાનનું નામ શ્રેષ્ઠ કરો અને તમારા રાજ્યાસન કરતાં તેમનું રાજ્યાસન ઉન્નત બનાવો.’ અને રાજાએ પોતાના પલંગ પર બેઠા થઈને પ્રણામ કર્યા.
૪૮રાજાએ પણ કહ્યું, ‘ઇઝરાયલના ઈશ્વર યહોવાહ જેમણે આ દિવસે મારા જોતાં મારા રાજ્યાસન પર બેસનાર દીકરો મને આપ્યો છે, તેઓ પ્રશંસાને યોગ્ય છે.’”
૪૯પછી અદોનિયાના સર્વ મહેમાનો ગભરાયા; તેઓ ઊઠીને માણસ પોતપોતાને માર્ગે ગયા.
૫૦અદોનિયા સુલેમાનથી ગભરાઈને ઊઠ્યો અને જઈને તેણે વેદીનાં શિંગ પકડ્યાં .
૫૧પછી સુલેમાનને કહેવામાં આવ્યું, “જો, અદોનિયા સુલેમાન રાજાથી ગભરાય છે, કેમ કે તે વેદીનાં શિંગ પકડીને કહે છે, ‘સુલેમાન રાજા આજે ઈશ્વરની આગળ સમ ખાય કે તે તલવારથી પોતાના સેવકને મારી નાખશે નહિ.’”
