1 રાજાઓ ૧૦:૯
તમારા ઈશ્વર યહોવાહની સ્તુતિ થાઓ, તેમણે તમારા પર પ્રસન્ન થઈને તમને ઇઝરાયલના રાજ્યાસન પર બેસાડ્યા છે. કેમ કે યહોવાહે ઇઝરાયલ પરના પોતાના સતત પ્રેમને લીધે તમને ન્યાય તથા ઇનસાફ કરવા માટે રાજા બનાવ્યા છે!”1 રાજાઓ ૧૦:૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Kings 10:9
- Blessed is the LORD your God, who delighted in you, to set you on the throne of Israel. Because the LORD loved Israel forever, therefore he made you king, to do justice and righteousness.”
- हिन्दी — 1 राजाओं १०:९
- धन्य है तेरा परमेश्वर यहोवा ! जो तुझ से ऐसा प्रसन्न हुआ कि तुझे इस्राएल की राजगद्दी पर विराजमान किया यहोवा इस्राएल से सदा प्रेम रखता है, इस कारण उसने तुझे न्याय और धार्मिकता करने को राजा बना दिया है।”
સંદર્ભમાં
૭મેં આવીને મારી પોતાની નજરે તે જોયું, ત્યાં સુધી હું તે વાત માનતી ન હતી. મને તો અડધું પણ કહેવામાં આવ્યું ન હતું. જે કીર્તિ મેં સાંભળી હતી તે કરતાં તમારું જ્ઞાન તથા તમારી સમૃદ્ધિ વિશેષ છે.
૮તમારા લોકો ઘણા આશીર્વાદિત છે અને તમારા સેવકો પણ ખૂબ આશીર્વાદિત છે, તેઓ નિત્ય તમારી સમક્ષ ઊભા રહીને તમારા ડહાપણનો લાભ લે છે!
૯તમારા ઈશ્વર યહોવાહની સ્તુતિ થાઓ, તેમણે તમારા પર પ્રસન્ન થઈને તમને ઇઝરાયલના રાજ્યાસન પર બેસાડ્યા છે. કેમ કે યહોવાહે ઇઝરાયલ પરના પોતાના સતત પ્રેમને લીધે તમને ન્યાય તથા ઇનસાફ કરવા માટે રાજા બનાવ્યા છે!”
૧૦શેબાની રાણીએ સુલેમાન રાજાને એકસો વીસ તાલંત સોનું , પુષ્કળ સુગંધીદ્રવ્ય અને મૂલ્યવાન પાષાણો આપ્યાં. શેબાની રાણીએ જે સુગંધીદ્રવ્યો સુલેમાન રાજાને આપ્યાં તેટલાં બધાં કદી ફરીથી તેને મળ્યાં ન હતા.
૧૧હીરામનાં વહાણો ઓફીરથી સોનું લાવ્યાં હતાં, તે વહાણો પુષ્કળ પ્રમાણમાં સુખડનાં લાકડાં તથા મૂલ્યવાન પાષાણો પણ ઓફીરથી લાવ્યાં.
