1 રાજાઓ ૧૩:૧૨
તેઓના પિતાએ તેઓને પૂછ્યું, “તે કયા માર્ગે ગયો?” હવે યહૂદિયામાંથી આવેલો ઈશ્વરભક્ત કયા માર્ગે ગયો હતો તે તેના પુત્રોએ તેમને બતાવ્યાં .1 રાજાઓ ૧૩:૧૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Kings 13:12
- Their father said to them, “Which way did he go?” Now his sons had seen which way the man of God went, who came from Judah.
- हिन्दी — 1 राजाओं १३:१२
- उसके बेटों ने तो यह देखा था, कि परमेश्वर का वह जन जो यहूदा से आया था, किस मार्ग से चला गया, अतः उनके पिता ने उनसे पूछा, “वह किस मार्ग से चला गया?”
સંદર્ભમાં
૧૦તેથી ઈશ્વરભક્ત બીજે રસ્તે પાછો ગયો; જે રસ્તે બેથેલ આવ્યો હતો તે રસ્તે પાછો ન ગયો.
૧૧હવે ત્યાં બેથેલમાં એક વૃદ્વ પ્રબોધક રહેતો હતો અને તેના પુત્રોમાંના એકે આવીને તેને ઈશ્વરભક્તે બેથેલમાં જે સઘળું કર્યુ હતું તે અને તેણે રાજાને જે કહ્યું હતું તે સર્વ જણાવ્યું.
૧૨તેઓના પિતાએ તેઓને પૂછ્યું, “તે કયા માર્ગે ગયો?” હવે યહૂદિયામાંથી આવેલો ઈશ્વરભક્ત કયા માર્ગે ગયો હતો તે તેના પુત્રોએ તેમને બતાવ્યાં .
૧૩તેથી તેણે તેના પુત્રોને કહ્યું, “જલ્દીથી મારા માટે ગધેડા પર જીન બાંધો.” તેઓએ તેને માટે ગધેડા પર જીન બાંધ્યું. પછી તેણે તેના પર સવારી કરી.
૧૪પછી તે વૃદ્વ પ્રબોધક પેલા ઈશ્વરભક્તના પાછળ ગયો અને તેને એક એલોન વૃક્ષની નીચે બેઠેલો જોયો. તેણે તેને પૂછ્યું, “શું તું યહૂદિયાથી આવેલો ઈશ્વરભક્ત છે?” તેણે જવાબ આપ્યો, “હા, હું તે જ છું.”
