1 રાજાઓ ૧૭:૨
ત્યાર બાદ એલિયા પાસે યહોવાહનું એવું વચન આવ્યું કે,1 રાજાઓ ૧૭:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Kings 17:2
- Then the LORD’s word came to him, saying,
- हिन्दी — 1 राजाओं १७:२
- तब यहोवा का यह वचन उसके पास पहुँचा,
સંદર્ભમાં
૧બહારથી આવી ને ગિલ્યાદ માં વસેલાં તિશ્બી એલિયા આહાબને કહ્યું કે, “ઇઝરાયલના ઈશ્વર યહોવાહ, જેઓ જીવંત છે, જેની સંમુખ હું ઊભો રહું છું, તેના જીવના સમ ખાઈને કહું છું કે હવેનાં વર્ષોમાં હું કહું નહિ ત્યાં સુધી ઝાકળ કે વરસાદ વરસશે નહિ.”
૨ત્યાર બાદ એલિયા પાસે યહોવાહનું એવું વચન આવ્યું કે,
૩“આ જગ્યા છોડીને તું પૂર્વ તરફ જા, યર્દન નદીની બાજુમાં કરીંથના નાળાં પાસે સંતાઈ રહે.
૪એમ થશે કે તું ઝરણાનું પાણી પીશે અને મેં કાગડાઓને આજ્ઞા કરી છે કે તે તારે માટે ત્યાં ખોરાક પૂરો પાડે.”
