1 રાજાઓ ૧૮:૧૪
અને હવે તું કહે છે, ‘જા, તારા માલિકને કહે કે એલિયા અહીં છે,’ આથી તે મને મારી નાખશે.”1 રાજાઓ ૧૮:૧૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Kings 18:14
- Now you say, ‘Go, tell your lord, “Behold, Elijah is here”.’ He will kill me.”
- हिन्दी — 1 राजाओं १८:१४
- फिर अब तू कहता है, ‘जाकर अपने स्वामी से कह, कि एलिय्याह मिला है!’ तब वह मुझे घात करेगा।”
સંદર્ભમાં
૧૨હું તારી પાસેથી જઈશ કે, તરત યહોવાહનો આત્મા હું ન જાણું ત્યાં તને લઈ જશે. પછી હું જ્યારે જઈને આહાબને ખબર આપું અને જ્યારે તું તેને મળે નહિ, ત્યારે તે મને મારી નાખશે. પણ હું તારો સેવક, મારા બાળપણથી યહોવાહથી બીતો આવ્યો છું.
૧૩ઇઝબેલ યહોવાહના પ્રબોધકોને મારી નાખતી હતી ત્યારે મેં જે કર્યું એટલે મેં યહોવાહના પ્રબોધકોમાંથી સો માણસોને પચાસ પચાસની ટોળી કરીને ગુફામાં કેવા સંતાડ્યા અને રોટલી તથા પાણીથી તેઓનું પોષણ કર્યું, તેની ખબર મારા માલિકને નથી મળી શું?
૧૪અને હવે તું કહે છે, ‘જા, તારા માલિકને કહે કે એલિયા અહીં છે,’ આથી તે મને મારી નાખશે.”
૧૫પછી એલિયાએ જવાબ આપ્યો, “સૈન્યોના યહોવાહ જેમની આગળ હું ઊભો રહું છું, તેમના સમ કે હું ચોક્કસ આજે તેને મળીશ.”
૧૬તેથી ઓબાદ્યા આહાબને મળ્યો; આહાબને કહ્યું એટલે તે એલિયાને મળ્યો.
