1 રાજાઓ ૧૮:૧૭
જ્યારે આહાબે એલિયાને જોયો ત્યારે તેણે તેને કહ્યું, “હે ઇઝરાયલને દુઃખ આપનાર, એ શું તું છે?”1 રાજાઓ ૧૮:૧૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Kings 18:17
- When Ahab saw Elijah, Ahab said to him, “Is that you, you troubler of Israel?”
- हिन्दी — 1 राजाओं १८:१७
- एलिय्याह को देखते ही अहाब ने कहा, “हे इस्राएल के सतानेवाले क्या तू ही है?” (प्रेरि. 16:20)
સંદર્ભમાં
૧૫પછી એલિયાએ જવાબ આપ્યો, “સૈન્યોના યહોવાહ જેમની આગળ હું ઊભો રહું છું, તેમના સમ કે હું ચોક્કસ આજે તેને મળીશ.”
૧૬તેથી ઓબાદ્યા આહાબને મળ્યો; આહાબને કહ્યું એટલે તે એલિયાને મળ્યો.
૧૭જ્યારે આહાબે એલિયાને જોયો ત્યારે તેણે તેને કહ્યું, “હે ઇઝરાયલને દુઃખ આપનાર, એ શું તું છે?”
૧૮એલિયાએ જવાબ આપ્યો, “મેં ઇઝરાયલને દુઃખ આપ્યું નથી, પણ તેં તથા તારા પિતાના કુટુંબે યહોવાહની આજ્ઞાનો ત્યાગ કરીને તથા બઆલની પૂજા કરીને દુઃખ આપ્યું છે.
૧૯હવે પછી, માણસ મોકલીને સર્વ ઇઝરાયલને, બઆલના ચારસો પચાસ પ્રબોધકો તથા ઇઝબેલની મેજ પર જમનારાં અશેરા દેવીના ચારસો પ્રબોધકોને કાર્મેલ પર્વત પર મારી પાસે એકત્ર કર.”
