1 રાજાઓ ૧૯:૨૧
તેથી એલિશા એલિયાની પાછળ ન જતાં પાછો વળ્યો. તેણે બળદની એક જોડ લઈને તે બે બળદને કાપીને ઝૂંસરીના લાકડાંથી તેઓનું માંસ બાફ્યું. તેનું ભોજન બનાવીને લોકોને પીરસ્યું. અને તેઓએ તે ખાધું. પછી તે ઊઠીને એલિયાની પાછળ ગયો અને તેની સેવા કરી.1 રાજાઓ ૧૯:૨૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Kings 19:21
- He returned from following him, and took the yoke of oxen, killed them, and boiled their meat with the oxen’s equipment, and gave to the people; and they ate. Then he arose, and went after Elijah, and served him.
- हिन्दी — 1 राजाओं १९:२१
- तब वह उसके पीछे से लौट गया, और एक जोड़ी बैल लेकर बलि किए, और बैलों का सामान जलाकर उनका माँस पका के अपने लोगों को दे दिया, और उन्होंने खाया; तब वह कमर बाँधकर एलिय्याह के पीछे चला, और उसकी सेवा टहल करने लगा।
સંદર્ભમાં
૧૯તેથી એલિયા ત્યાંથી રવાના થયો અને તેને શાફાટનો દીકરો એલિશા મળ્યો. ત્યારે તે તેને ખેતર ખેડતો હતો. એની આગળ બાર જોડ બળદ હતા અને તે પોતે બારમી જોડની સાથે હતો. એલિયાએ તેની પાસે જઈને પોતાનો ઝભ્ભો તેના પર નાખ્યો.
૨૦પછી એલિશા બળદોને મૂકીને એલિયાની પાછળ દોડ્યો અને કહેવા લાગ્યો, “કૃપા કરીને મને મારા માતા પિતાને વિદાયનું ચુંબન કરવા જવા દે, પછી હું તારી પાછળ આવીશ.” પછી એલિયાએ તેને કહ્યું, “સારું, પાછો જા, પણ મેં તારા માટે જે કર્યું છે તેનો વિચાર કરજે.”
૨૧તેથી એલિશા એલિયાની પાછળ ન જતાં પાછો વળ્યો. તેણે બળદની એક જોડ લઈને તે બે બળદને કાપીને ઝૂંસરીના લાકડાંથી તેઓનું માંસ બાફ્યું. તેનું ભોજન બનાવીને લોકોને પીરસ્યું. અને તેઓએ તે ખાધું. પછી તે ઊઠીને એલિયાની પાછળ ગયો અને તેની સેવા કરી.
