1 રાજાઓ ૨:૯
પણ હવે તું તેને શિક્ષા કર્યા વગર જવા દેતો નહિ. તું બુદ્ધિમાન છે અને તારે તેને શું કરવું તે તને ખબર છે. તેનું પળિયાવાળું માથું તું લોહીલુહાણ સ્થિતિમાં કબરમાં ઉતારજે.”1 રાજાઓ ૨:૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Kings 2:9
- Now therefore don’t hold him guiltless, for you are a wise man; and you will know what you ought to do to him, and you shall bring his gray head down to Sheol with blood.”
- हिन्दी — 1 राजाओं २:९
- परन्तु अब तू इसे निर्दोष न ठहराना, तू तो बुद्धिमान पुरुष है; तुझे मालूम होगा कि उसके साथ क्या करना चाहिये, और उस पक्के बाल वाले का लहू बहाकर उसे अधोलोक में उतार देना।”
સંદર્ભમાં
૭પણ ગિલ્યાદી બાર્ઝિલ્લાયના દીકરાઓ પર તું કૃપા રાખજે અને તેઓ તારી મેજ પર ભોજન કરનારાઓમાં સામેલ થાય, કેમ કે જયારે હું તારા ભાઈ આબ્શાલોમથી નાસતો ફરતો હતો, ત્યારે તેઓ મારી સાથે એવી રીતે વર્ત્યા હતા.
૮જો, તારી પાસે ત્યાં બાહુરીમનો બિન્યામીની ગેરાનો દીકરો શિમઈ છે, હું માહનાઇમ ગયો તે દિવસે તેણે તો મને ભારે શાપ આપ્યો હતો. શિમઈ યર્દન પાસે મને મળવા આવ્યો અને મેં યહોવાહની હાજરીમાં તેને કહ્યું, ‘હું તને તલવારથી મારી નાખીશ નહિ.’
૯પણ હવે તું તેને શિક્ષા કર્યા વગર જવા દેતો નહિ. તું બુદ્ધિમાન છે અને તારે તેને શું કરવું તે તને ખબર છે. તેનું પળિયાવાળું માથું તું લોહીલુહાણ સ્થિતિમાં કબરમાં ઉતારજે.”
૧૦પછી દાઉદ પોતાના પૂર્વજોની જેમ ઊંઘી ગયો અને તેને દાઉદનગરમાં દફનાવવામાં આવ્યો.
૧૧દાઉદે ઇઝરાયલ પર ચાળીસ વર્ષ સુધી રાજ કર્યું. તેણે સાત વર્ષ હેબ્રોનમાં અને તેત્રીસ વર્ષ યરુશાલેમમાં રાજ કર્યું.
