1 રાજાઓ ૨૦:૩૭
ત્યાર બાદ પેલો પ્રબોધક બીજા માણસને મળ્યો અને તેણે તેને કહ્યું, “કૃપા કરીને મને માર.” અને તે માણસે તેને માર્યો અને ઘાયલ કર્યો.1 રાજાઓ ૨૦:૩૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Kings 20:37
- Then he found another man, and said, “Please strike me.” The man struck him and wounded him.
- हिन्दी — 1 राजाओं २०:३७
- फिर उसको दूसरा मनुष्य मिला, और उससे भी उसने कहा, “मुझे मार।” और उसने उसको ऐसा मारा कि वह घायल हुआ।
સંદર્ભમાં
૩૫પ્રબોધકોના દીકરાઓમાંના એક માણસે યહોવાહના વચનથી પોતાના સાથીને કહ્યું, “કૃપા કરીને મને માર.” પણ પેલા માણસે તેમ કરવાની ના પાડી.
૩૬પછી પ્રબોધકે તેના સાથીને કહ્યું, તેં યહોવાહની આજ્ઞાની અવગણના કરી છે, તેથી તું મારી પાસેથી જશે કે તરત જ એક સિંહ તને મારી નાખશે.” તે માણસ ગયો કે તરત જ તેને એક સિંહ મળ્યો અને તેણે તેને મારી નાખ્યો.
૩૭ત્યાર બાદ પેલો પ્રબોધક બીજા માણસને મળ્યો અને તેણે તેને કહ્યું, “કૃપા કરીને મને માર.” અને તે માણસે તેને માર્યો અને ઘાયલ કર્યો.
૩૮પછી તે પ્રબોધક ત્યાંથી ચાલ્યો ગયો અને રાજાની રાહ જોતો આંખો પર પાટો બાંધીને પોતાનો વેશ બદલીને માર્ગમાં ઊભો રહ્યો.
૩૯જ્યારે રાજા ત્યાંથી પસાર થયો ત્યારે તેણે તેને બૂમ પાડીને કહ્યું, “હું યુદ્ધની વચ્ચોવચ્ચ જતો હતો એવામાં એક યોદ્ધાએ એક કેદીને લઈને મારી પાસે આવીને કહ્યું, ‘આ માણસને જો, એ જો નાસી જશે તો તેને બદલે તારે તારો જીવ આપવો પડશે અથવા એક તાલંત ચાંદી આપવી પડશે.’
