1 રાજાઓ ૩:૨૬
પછી જે સ્ત્રીનો દીકરો જીવતો હતો તેણે રાજાને અરજ કરી, કેમ કે પોતાના દીકરાને માટે તેનું હૃદય ભરાઈ આવ્યું હતું. તેણે કહ્યું, “હે મારા માલિક, તે સ્ત્રીને જીવતો દીકરો આપો અને ગમે તે હોય પણ તેને મારી તો ન જ નાખો.” પણ બીજી સ્ત્રીએ કહ્યું, “તે મારો પણ ન થાય તેમ જ તારો પણ ન થાય. તેના બે ભાગ કરો.”1 રાજાઓ ૩:૨૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Kings 3:26
- Then the woman whose the living child was spoke to the king, for her heart yearned over her son, and she said, “Oh, my lord, give her the living child, and in no way kill him!” But the other said, “He shall be neither mine nor yours. Divide him.”
- हिन्दी — 1 राजाओं ३:२६
- तब जीवित बालक की माता का मन अपने बेटे के स्नेह से भर आया, और उसने राजा से कहा, “हे मेरे प्रभु! जीवित बालक उसी को दे; परन्तु उसको किसी भाँति न मार।” दूसरी स्त्री ने कहा, “वह न तो मेरा हो और न तेरा, वह दो टुकड़े किया जाए।”
સંદર્ભમાં
૨૪રાજાએ કહ્યું, “મને એક તલવાર લાવી આપો.” તેઓ રાજા પાસે એક તલવાર લાવ્યા.
૨૫પછી રાજાએ કહ્યું, “આ જીવતા બાળકના ઉપરથી નીચે બે સરખા ભાગ કરીને એકને અડધો ભાગ અને બીજીને અડધો ભાગ આપો.”
૨૬પછી જે સ્ત્રીનો દીકરો જીવતો હતો તેણે રાજાને અરજ કરી, કેમ કે પોતાના દીકરાને માટે તેનું હૃદય ભરાઈ આવ્યું હતું. તેણે કહ્યું, “હે મારા માલિક, તે સ્ત્રીને જીવતો દીકરો આપો અને ગમે તે હોય પણ તેને મારી તો ન જ નાખો.” પણ બીજી સ્ત્રીએ કહ્યું, “તે મારો પણ ન થાય તેમ જ તારો પણ ન થાય. તેના બે ભાગ કરો.”
૨૭પછી રાજાએ જવાબ આપ્યો, “જીવતો દીકરો પહેલી સ્ત્રીને આપો. કેમ કે તે જ તેની માતા છે, દીકરાને મારી નાખો નહિ.”
૨૮રાજાએ જે ન્યાય કર્યો હતો, તે વિષે જયારે સર્વ ઇઝરાયલે સાંભળ્યું, ત્યારે તેઓને રાજાનો ભય લાગ્યો, કેમ કે તેઓએ જોયું કે ન્યાય કરવા તેનામાં ઈશ્વરનું જ્ઞાન છે.
