Skip to content
Methodist Church Nadiad
હવે હે યહોવાહ મારા ઈશ્વર, તમે આ તમારા દાસને મારા પિતા દાઉદને સ્થાને રાજા કર્યો છે, હું તો હજી માત્ર નાનો બાળક છું. કેવી રીતે બહાર જવું અથવા અંદર આવવું તે હું જાણતો નથી.

1 રાજાઓ ૩:૭ · IRV

આ કલમ બીજી ભાષાઓમાં

English1 Kings 3:7
Now, LORD my God, you have made your servant king instead of David my father. I am just a little child. I don’t know how to go out or come in.
हिन्दी1 राजाओं ३:७
और अब हे मेरे परमेश्वर यहोवा! तूने अपने दास को मेरे पिता दाऊद के स्थान पर राजा किया है, परन्तु मैं छोटा लड़का सा हूँ जो भीतर बाहर आना-जाना नहीं जानता।

સંદર્ભમાં

ગિબ્યોનમાં યહોવાહે રાત્રે સુલેમાનને સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું, “માગ! હું તને શું આપું?”

તેથી સુલેમાને કહ્યું, “તમારા સેવક, મારા પિતા દાઉદ જે પ્રમાણે તમારી આગળ સત્યતાથી, ન્યાયીપણાથી તથા તમારી સાથે પ્રામાણિક હૃદયથી ચાલ્યા, તે પ્રમાણે તમે તેમના પર મોટી કૃપા પણ કરી. તમે તેમના પર આ મોટી કૃપા કરી છે એટલે જેમ આજે છે તેમ, તેમના રાજ્યાસન પર બેસવા તમે તેમને દીકરો આપ્યો છે.

હવે હે યહોવાહ મારા ઈશ્વર, તમે આ તમારા દાસને મારા પિતા દાઉદને સ્થાને રાજા કર્યો છે, હું તો હજી માત્ર નાનો બાળક છું. કેવી રીતે બહાર જવું અથવા અંદર આવવું તે હું જાણતો નથી.

તમારા પસંદ કરેલા લોકો કે, જે એક એવી મહાન પ્રજા છે, જેની ગણતરી કે સંખ્યા પુષ્કળતાને લીધે કરી શકાય નહિ તેઓ મધ્યે તમારો સેવક છે.

માટે તમારા લોકોનો ન્યાય કરવા મને તમારા સેવકને વિવેક અને બુદ્વિવાળું હૃદય આપો, કે જેથી સાચા અને ખોટાનો તફાવત હું પારખી શકું. કેમ કે આ તમારી મહાન પ્રજાનો ન્યાય કરવા કોણ શક્તિમાન છે?”

આખો અધ્યાય વાંચો

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.