1 રાજાઓ ૪:૨૯
ઈશ્વરે સુલેમાનને ઘણું જ્ઞાન, સમજશક્તિ તથા સમુદ્રકિનારાની રેતીના પટ સમું વિશાળ સમજશકિત આપ્યાં હતાં.1 રાજાઓ ૪:૨૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Kings 4:29
- God gave Solomon abundant wisdom, understanding, and breadth of mind like the sand that is on the seashore.
- हिन्दी — 1 राजाओं ४:२९
- और परमेश्वर ने सुलैमान को बुद्धि दी, और उसकी समझ बहुत ही बढ़ाई, और उसके हृदय में समुद्र तट के रेतकणों के तुल्य अनगिनत गुण दिए।
સંદર્ભમાં
૨૭દરેક અધિકારીઓ પોતપોતાને ભાગે આવેલા મહિનામાં સુલેમાન રાજાને તથા સુલેમાનને ત્યાં જમવા આવનાર બધાંને ખોરાક પૂરો પાડતા હતા. તેઓ કોઈપણ બાબતની અછત પડવા દેતા નહિ.
૨૮તેઓ પ્રત્યેક પોતપોતાને સોંપેલી ફરજ પ્રમાણે, રથના ઘોડાઓને માટે તથા સવારી માટેના ઘોડાઓને માટે તેઓને મુકામે જવ તથા ઘાસ પહોંચાડતા હતા.
૨૯ઈશ્વરે સુલેમાનને ઘણું જ્ઞાન, સમજશક્તિ તથા સમુદ્રકિનારાની રેતીના પટ સમું વિશાળ સમજશકિત આપ્યાં હતાં.
૩૦પૂર્વ દિશાના સર્વ લોકોના જ્ઞાનથી તથા મિસરીઓના સર્વ જ્ઞાન કરતાં સુલેમાનનું જ્ઞાન અધિક હતું.
૩૧તે સર્વ માણસો કરતાં વિશેષ જ્ઞાની હતો. એથાન એઝ્રાહી કરતાં, માહોલના દીકરાઓ હેમાન, કાલ્કોલ તથા દાર્દા કરતાં પણ તે વધારે જ્ઞાની હતો. તેની કીર્તિ આસપાસના સર્વ દેશોમાં ફેલાઈ ગઈ.
