1 રાજાઓ ૮:૫૬
“ઈશ્વરની સ્તુતિ થાઓ, જેમણે પોતાનાં આપેલા સર્વ વચનો પ્રમાણે પોતાના ઇઝરાયલી લોકોને વિશ્રામ આપ્યો છે. જે સર્વ વચનો તેમણે પોતાના સેવક મૂસાની મારફતે આપ્યાં હતાં તેમાંનો એક પણ શબ્દ વ્યર્થ ગયો નથી.1 રાજાઓ ૮:૫૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Kings 8:56
- “Blessed be the LORD, who has given rest to his people Israel, according to all that he promised. There has not failed one word of all his good promise, which he promised by Moses his servant.
- हिन्दी — 1 राजाओं ८:५६
- “धन्य है यहोवा, जिसने ठीक अपने कथन के अनुसार अपनी प्रजा इस्राएल को विश्राम दिया है, जितनी भलाई की बातें उसने अपने दास मूसा के द्वारा कही थीं, उनमें से एक भी बिना पूरी हुए नहीं रही।
સંદર્ભમાં
૫૪ઈશ્વરની વેદી સમક્ષ ઘૂંટણે પડીને તથા આકાશ તરફ હાથ લંબાવીને સુલેમાન આ બધી પ્રાર્થના તથા વિનંતીઓ પૂરી કરી રહ્યો પછી તે ત્યાંથી ઊભો થયો.
૫૫તેણે ઊઠીને મોટે અવાજે ઇઝરાયલની આખી સભાને આશીર્વાદ આપતા કહ્યું,
૫૬“ઈશ્વરની સ્તુતિ થાઓ, જેમણે પોતાનાં આપેલા સર્વ વચનો પ્રમાણે પોતાના ઇઝરાયલી લોકોને વિશ્રામ આપ્યો છે. જે સર્વ વચનો તેમણે પોતાના સેવક મૂસાની મારફતે આપ્યાં હતાં તેમાંનો એક પણ શબ્દ વ્યર્થ ગયો નથી.
૫૭આપણા ઈશ્વર જેમ આપણા પિતૃઓની સાથે હતા તેમ આપણી સાથે સદા રહો, તે કદી આપણને તરછોડે નહિ, અથવા આપણો ત્યાગ ન કરે,
૫૮તે આપણાં હૃદયને તેઓની તરફ વાળે કે જેથી આપણે તેમના માર્ગમાં જીવીએ, તેમની આજ્ઞા પાળીએ અને તેમણે જે વિધિઓ તથા નિયમો આપણા પૂર્વજોને ફરમાવ્યા હતા તેનું પાલન કરીએ.
