1 રાજાઓ ૯:૧૪
હીરામે સુલેમાન રાજાને તે ઉપરાંત એકસો વીસ તાલંત સોનું ભક્તિસ્થાનના બાંધકામ માટે મોકલી આપ્યું હતું.1 રાજાઓ ૯:૧૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Kings 9:14
- Hiram sent to the king one hundred twenty talents of gold.
- हिन्दी — 1 राजाओं ९:१४
- फिर हीराम ने राजा के पास एक सौ बीस किक्कार सोना भेजा था।
સંદર્ભમાં
૧૨સુલેમાને આપેલાં ગામો જોવા માટે હીરામ તૂરથી ત્યાં આવ્યો પણ એ ગામો તેને ગમ્યાં નહિ.
૧૩તેથી હીરામે કહ્યું, “મારા ભાઈ, તમે મને આ તે કેવાં ગામો આપ્યાં છે?” અને તેથી તેણે એ પ્રદેશ નું નામ કાબૂલ રાખ્યું, તે પ્રદેશ આજે પણ તે જ નામે ઓળખાય છે.
૧૪હીરામે સુલેમાન રાજાને તે ઉપરાંત એકસો વીસ તાલંત સોનું ભક્તિસ્થાનના બાંધકામ માટે મોકલી આપ્યું હતું.
૧૫સુલેમાને ઈશ્વરનું ભક્તિસ્થાન, પોતાનો મહેલ, મિલ્લોનો કિલ્લો, યરુશાલેમનો કોટ, હાસોર, મગિદ્દો તથા ગેઝેર બાંધવા માટે જે ભારે મજૂરી કરનારા મજૂરોને ભેગા કર્યા તેની વિગત આ પ્રમાણે હતી.
૧૬મિસરના રાજા ફારુને ગેઝેર પર ચઢાઈ કરી તેને કબજે કર્યું હતું અને બાળી મૂકયું હતું. અને ત્યાં વસતા કનાનીઓની હત્યા કરી હતી. ત્યાર બાદ તેણે તે નગર પોતાની દીકરીને એટલે સુલેમાનની પત્નીને લગ્નની ભેટમાં આપ્યું.
