1 રાજાઓ ૯:૨૧
જેઓનો સંપૂર્ણ નાશ ઇઝરાયલીઓ કરી શકયા નહોતા તેઓના વંશજો તેઓ હતા. સુલેમાને તેઓને બળજબરીથી ગુલામ બનાવી દીધા હતા, જે આજ દિન સુધી છે.1 રાજાઓ ૯:૨૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Kings 9:21
- their children who were left after them in the land, whom the children of Israel were not able utterly to destroy—of them Solomon raised a levy of bondservants to this day.
- हिन्दी — 1 राजाओं ९:२१
- उनके वंश जो उनके बाद देश में रह गए, और उनको इस्राएली सत्यानाश न कर सके, उनको तो सुलैमान ने दास करके बेगारी में रखा, और आज तक उनकी वही दशा है।
સંદર્ભમાં
૧૯તેમ જ સુલેમાને પોતાના બધા ભંડારનાં નગરો, તેમ જ જે શહેરોમાં તે પોતાના રથ અને ઘોડાઓ રાખતો હતો તે પણ ફરી બંધાવ્યાં. અને યરુશાલેમ, લબાનોન અને તેના સમગ્ર સામ્રાજ્ય ફરતે તેણે જે કંઈ બંધાવવા વિચાર્યું હતું તે બધું પણ તેણે બંધાવ્યું.
૨૦હજી કેટલાક અમોરીઓ, હિત્તીઓ, પરિઝીઓ, હિવ્વીઓ તથા યબૂસીઓ કે જેઓ ઇઝરાયલી નહોતા, તેઓ ઇઝરાયલીઓની વચ્ચે રહેતા હતા.
૨૧જેઓનો સંપૂર્ણ નાશ ઇઝરાયલીઓ કરી શકયા નહોતા તેઓના વંશજો તેઓ હતા. સુલેમાને તેઓને બળજબરીથી ગુલામ બનાવી દીધા હતા, જે આજ દિન સુધી છે.
૨૨સુલેમાને કોઈ ઇઝરાયલીઓને ગુલામ બનાવ્યા નહોતા. પણ તેના બદલે તેઓને તેના સૈનિકો, ચાકરો, અધિપતિઓ, અમલદારો, સેનાપતિઓ, રથસેના અને અશ્વસેનાના નાયકો બનાવ્યા હતા.
૨૩સુલેમાનનાં બાંધકામોમાં કામ કરનારા કારીગરો પર દેખરેખ રાખનાર અધિકારીઓની સંખ્યા પાંચસો પચાસ હતી.
