1 રાજાઓ ૯:૫
જેમ મેં તારા પિતા દાઉદને જે વચન આપ્યું હતું કે ઇઝરાયલના રાજયાસન પર વારસની ખોટ પડશે નહિ તેમ હું તારા રાજયનું સિંહાસન ઇઝરાયલ પર કાયમ રાખીશ.1 રાજાઓ ૯:૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Kings 9:5
- then I will establish the throne of your kingdom over Israel forever, as I promised to David your father, saying, ‘There shall not fail from you a man on the throne of Israel.’
- हिन्दी — 1 राजाओं ९:५
- जैसे कि मैंने तेरे पिता दाऊद को वचन दिया था, ‘तेरे कुल में इस्राएल की गद्दी पर विराजनेवाले सदा बने रहेंगे।’
સંદર્ભમાં
૩ઈશ્વરે તેને કહ્યું, “મારી આગળ કરેલી તારી પ્રાર્થના અને અરજ મેં સાંભળી છે, મારું નામ તેમાં રાખવા સારું તેં બંધાવેલા આ સભાસ્થાનને હું પવિત્ર કરું છું. મારું હૃદય અને મારી દ્રષ્ટિ નિરંતર ત્યાં રહેશે.
૪જો તું તારા પિતા દાઉદની જેમ તારું કામ નીતિમત્તાથી કરીશ અને પ્રામાણિકતાથી વર્તીશ અને મારા વિધિઓ, આજ્ઞાઓ તથા નિયમોને અનુસરીશ તો,
૫જેમ મેં તારા પિતા દાઉદને જે વચન આપ્યું હતું કે ઇઝરાયલના રાજયાસન પર વારસની ખોટ પડશે નહિ તેમ હું તારા રાજયનું સિંહાસન ઇઝરાયલ પર કાયમ રાખીશ.
૬“પણ તમે કે તમારા વંશજો મારાથી વિમુખ થઈ જશો અને તમારી સમક્ષ મૂકેલા મારા વિધિઓ અને આજ્ઞાઓનું પાલન નહિ કરો અને જો તમે અન્ય દેવોની પૂજા કરશો અને તેઓને દંડવત કરશો,
૭તો ઇઝરાયલને જે દેશ મેં આપ્યો છે તેમાંથી તેમને કાઢી મૂકીશ; અને આ ભક્તિસ્થાન કે જેને મેં મારા નામ અર્થે પવિત્ર કર્યું છે તેને હું મારી દ્રષ્ટિથી દૂર કરીશ. અને સર્વ લોકો મધ્યે ઇઝરાયલ મજાકરૂપ અને કહેવતરૂપ થશે.
