પિતરનો પહેલો પત્ર ૨:૧૦
તમે પહેલાં પ્રજા જ નહોતા, પણ હાલ ઈશ્વરની પ્રજા છો; કોઈ એક સમયે તમે દયા પામેલા નહોતા, પણ હાલ દયા પામ્યા છો.પિતરનો પહેલો પત્ર ૨:૧૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Peter 2:10
- In the past, you were not a people, but now are God’s people, who had not obtained mercy, but now have obtained mercy.
- हिन्दी — 1 पतरस २:१०
- तुम पहले तो कुछ भी नहीं थे, पर अब परमेश्वर की प्रजा हो; तुम पर दया नहीं हुई थी पर अब तुम पर दया हुई है। (होशे 1:10, होशे 2:23)
સંદર્ભમાં
૮વળી ઠેસ ખવડાવનાર પથ્થર અને ઠોકર ખવડાવનાર ખડક થયો છે;’ તેઓ વચનને માનતાં નથી, તેથી ઠોકર ખાય છે, એટલા માટે પણ તેઓનું નિર્માણ થયેલું હતું.
૯પણ તમે તો પસંદ કરેલું કુળ, રાજમાન્ય યાજકવર્ગ, પવિત્ર લોક તથા ઈશ્વરની ખાસ પ્રજા છો, જેથી જેમણે તમને અંધકારમાંથી પોતાના આશ્ચર્યકારક અજવાળામાં તેડ્યાં છે, તેમના સદગુણો તમે પ્રગટ કરો.
૧૦તમે પહેલાં પ્રજા જ નહોતા, પણ હાલ ઈશ્વરની પ્રજા છો; કોઈ એક સમયે તમે દયા પામેલા નહોતા, પણ હાલ દયા પામ્યા છો.
૧૧પ્રિયજનો, તમે પરદેશી તથા પ્રવાસી છો, માટે હું તમને વિનંતી કરું છું કે, જે દુષ્ટ ઇચ્છાઓ આત્માની સામે લડે છે, તેઓથી તમે દૂર રહો.
૧૨વિદેશીઓમાં તમે પોતાનો વ્યવહાર સારો રાખો, કે જેથી તેઓ તમને ખરાબ સમજીને તમારી વિરુદ્ધ બોલે ત્યારે તમારાં સારાં કામ જોઈને તેઓ તેમના પુનરાગમનના દિવસે ઈશ્વરનો મહિમા કરે.
