Skip to content
Methodist Church Nadiad

પિતરનો પહેલો પત્ર ૩:૨૦

આ આત્માઓ, નૂહના સમયમાં અનાજ્ઞાંકિત હતા, જયારે વહાણ તૈયાર થતું હતું અને ઈશ્વર સહન કરીને ધીરજ રાખતા હતા, અને જયારે વહાણમાં થોડા લોકો, એટલે આઠ મનુષ્યો પાણીથી બચી ગયા.

પિતરનો પહેલો પત્ર ૩:૨૦ · IRV

આ કલમ બીજી ભાષાઓમાં

English1 Peter 3:20
who before were disobedient when God waited patiently in the days of Noah while the ship was being built. In it, few, that is, eight souls, were saved through water.
हिन्दी1 पतरस ३:२०
जिन्होंने उस बीते समय में आज्ञा न मानी जब परमेश्वर नूह के दिनों में धीरज धरकर ठहरा रहा, और वह जहाज बन रहा था, जिसमें बैठकर कुछ लोग अर्थात् आठ प्राणी पानी के द्वारा बच गए।

સંદર્ભમાં

૧૮કેમ કે ખ્રિસ્તે પણ એક વાર પાપોને સારુ, એટલે ન્યાયીએ અન્યાયીઓને બદલે સહ્યું કે, જેથી તેઓ આપણને ઈશ્વર પાસે લાવે; તેમને દેહમાં મારી નંખાયા, પણ આત્મામાં સજીવન કરવામાં આવ્યા.

૧૯તે આત્મામાં પણ તેમણે જઈને બંદીખાનામાં પડેલા આત્માઓને ઉપદેશ કર્યો.

૨૦આ આત્માઓ, નૂહના સમયમાં અનાજ્ઞાંકિત હતા, જયારે વહાણ તૈયાર થતું હતું અને ઈશ્વર સહન કરીને ધીરજ રાખતા હતા, અને જયારે વહાણમાં થોડા લોકો, એટલે આઠ મનુષ્યો પાણીથી બચી ગયા.

૨૧તે દ્રષ્ટાંત પ્રમાણે બાપ્તિસ્માનાં પાણીથી શરીરનો મેલ દૂર કરવાથી નહિ, પણ ઈસુ ખ્રિસ્તનાં પુનરુત્થાન દ્વારા ઈશ્વર પાસે શુદ્ધ અંતઃકરણની માગણીથી હમણાં તમને બચાવે છે.

૨૨ઈસુ તો સ્વર્ગદૂતો, અધિકારીઓ તથા પરાક્રમીઓને પોતાને આધીન કરીને સ્વર્ગમાં ગયા અને ઈશ્વરને જમણે હાથે બિરાજમાન છે.

આખો અધ્યાય વાંચો

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.