1 શમુએલ ૧:૧૮
તેણે કહ્યું, “તારી દાસી ઉપર તારી કૃપાદ્રષ્ટિ થાઓ.” પછી હાન્ના પોતાને માર્ગે ચાલી ગઈ અને તેણે ખોરાક ખાધો. ત્યાર પછી તેના મુખ પર ઉદાસીનતા રહી નહિ.1 શમુએલ ૧:૧૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Samuel 1:18
- She said, “Let your servant find favor in your sight.” So the woman went her way and ate; and her facial expression wasn’t sad any more.
- हिन्दी — 1 शमूएल १:१८
- उसने कहा, “तेरी दासी तेरी दृष्टि में अनुग्रह पाए।” तब वह स्त्री चली गई और खाना खाया, और उसका मुँह फिर उदास न रहा ।
સંદર્ભમાં
૧૬“તારી દાસી ખરાબ છે એવું માનીશ નહિ; કેમ કે હું અત્યાર સુધી અતિશય ચિંતા અને ગમગીનીમાં બોલતી રહેલી છું.”
૧૭ત્યારે એલીએ ઉત્તર આપીને કહ્યું, “શાંતિએ જા; ઇઝરાયલના ઈશ્વરની આગળ તેં જે વિનંતી કરી છે, તે ઈશ્વર સફળ કરે.”
૧૮તેણે કહ્યું, “તારી દાસી ઉપર તારી કૃપાદ્રષ્ટિ થાઓ.” પછી હાન્ના પોતાને માર્ગે ચાલી ગઈ અને તેણે ખોરાક ખાધો. ત્યાર પછી તેના મુખ પર ઉદાસીનતા રહી નહિ.
૧૯સવારે વહેલા ઊઠીને તેઓએ ઈશ્વરની આગળ ભજન કર્યું, પછી તેઓ રામામાં પોતાને ઘરે પાછા આવ્યાં. એલ્કાના પોતાની પત્ની હાન્નાની સાથે સૂઈ ગયો અને ઈશ્વરે તેને સંભારી.
૨૦સમય પસાર થતાં એમ થયું કે, હાન્ના ગર્ભવતી થઈ. પછી દીકરાને જન્મ આપ્યો. તેણે તેનું નામ શમુએલ રાખ્યું. અને કહ્યું, “મેં તેને ઈશ્વર પાસેથી માગી લીધો છે.”
