1 શમુએલ ૧૦:૭
હવે, જયારે તને આ ચિહ્ન મળે, ત્યારે તારે પ્રસંગાનુસાર વર્તવું, કેમ કે ઈશ્વર તારી સાથે છે.1 શમુએલ ૧૦:૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Samuel 10:7
- Let it be, when these signs have come to you, that you do what is appropriate for the occasion; for God is with you.
- हिन्दी — 1 शमूएल १०:७
- और जब ये चिन्ह तुझे दिखाई पड़ेंगे, तब जो काम करने का अवसर तुझे मिले उसमें लग जाना; क्योंकि परमेश्वर तेरे संग रहेगा।
સંદર્ભમાં
૫ત્યાર પછી, તું જ્યાં પલિસ્તીઓની છાવણી છે, ત્યાં ઈશ્વરના પર્વત પાસે આવશે. જયારે તું ત્યાં નગર પાસે પહોંચશે, ત્યારે પ્રબોધકોની એક ટોળી, તેની આગળ સિતાર, ખંજરી, વાંસળી, વીણા વગાડનારા સહિત ઉચ્ચસ્થાનથી ઊતરતી તને મળશે; તેઓ પ્રબોધ કરતા હશે.
૬ઈશ્વરનો આત્મા પરાક્રમ સહિત તારા ઉપર આવશે, તું તેઓની સાથે પ્રબોધ કરશે અને તું બદલાઈને જુદો માણસ થઈ જશે.
૭હવે, જયારે તને આ ચિહ્ન મળે, ત્યારે તારે પ્રસંગાનુસાર વર્તવું, કેમ કે ઈશ્વર તારી સાથે છે.
૮તું મારી અગાઉ ગિલ્ગાલમાં જજે. પછી હું દહનીયાર્પણો તથા શાંત્યર્પણો કરવાને તારી પાસે આવીશ. હું આવીને તારે શું કરવું એ બતાવું ત્યાં સુધી એટલે સાત દિવસ સુધી રાહ જોજે.”
૯જયારે શમુએલ પાસેથી જવાને શાઉલે પીઠ ફેરવી કે, ઈશ્વરે તેને બીજું હૃદય આપ્યું. તે જ દિવસે તે સર્વ ચિહ્નો પૂરાં થયાં.
