1 શમુએલ ૧૧:૧
ત્યાર પછી નાહાશ આમ્મોની ગયો અને યાબેશ ગિલ્યાદને ઘેરી લીધું. યાબેશના સર્વ માણસોએ નાહાશને કહ્યું, “તું અમારી સાથે સુલેહ કર અને અમે તારી તાબેદારી સ્વીકારીશું.”1 શમુએલ ૧૧:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Samuel 11:1
- Then Nahash the Ammonite came up and encamped against Jabesh Gilead; and all the men of Jabesh said to Nahash, “Make a covenant with us, and we will serve you.”
- हिन्दी — 1 शमूएल ११:१
- तब अम्मोनी नाहाश ने चढ़ाई करके गिलाद के याबेश के विरुद्ध छावनी डाली; और याबेश के सब पुरुषों ने नाहाश से कहा, “हम से वाचा बाँध, और हम तेरी अधीनता मान लेंगे।”
સંદર્ભમાં
૧ત્યાર પછી નાહાશ આમ્મોની ગયો અને યાબેશ ગિલ્યાદને ઘેરી લીધું. યાબેશના સર્વ માણસોએ નાહાશને કહ્યું, “તું અમારી સાથે સુલેહ કર અને અમે તારી તાબેદારી સ્વીકારીશું.”
૨નાહાશ આમ્મોનીએ જવાબ આપ્યો, “એક શરતથી હું તમારી સાથે સુલેહ કરીશ કે, તમારા બધાની જમણી આંખો ફોડી નાખવામાં આવે, એ રીતે સર્વ ઇઝરાયલીઓ પર કલંક લગાડું.”
૩પછી યાબેશના વડીલોએ તેને કહ્યું, “અમને માત્ર સાત દિવસ આપ, કે જેથી અમે ઇઝરાયલના સર્વ પ્રદેશમાં સંદેશાવાહકો મોકલીએ. પછી, ત્યાં જો કોઈ અમારો બચાવ કરનાર નહિ હોય, તો અમે તને સોંપાઈ જઈશું.”
