1 શમુએલ ૧૨:૧
શમુએલે સર્વ ઇઝરાયલીઓને કહ્યું, “જે વિનંતી તમે મારી આગળ કરી હતી તે મેં સાંભળી છે. અને મેં તમારા પર એક રાજા નીમ્યો છે.1 શમુએલ ૧૨:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Samuel 12:1
- Samuel said to all Israel, “Behold, I have listened to your voice in all that you said to me, and have made a king over you.
- हिन्दी — 1 शमूएल १२:१
- तब शमूएल ने सारे इस्राएलियों से कहा, “सुनो, जो कुछ तुम ने मुझसे कहा था उसे मानकर मैंने एक राजा तुम्हारे ऊपर ठहराया है।
સંદર્ભમાં
૧શમુએલે સર્વ ઇઝરાયલીઓને કહ્યું, “જે વિનંતી તમે મારી આગળ કરી હતી તે મેં સાંભળી છે. અને મેં તમારા પર એક રાજા નીમ્યો છે.
૨જુઓ તે રાજા અહીં છે, તે તમારી આગળ ચાલે છે; હું તો વૃદ્ધ તથા નિસ્તેજ થયો છું; અને મારા દીકરા તમારી સાથે છે. હું મારી યુવાવસ્થાથી આજ દિવસ સુધી તમારી આગળ ચાલ્યો છું.
૩હું આ રહ્યો; શું મેં કોઈનો બળદ લઈ લીધો છે? મેં કોઈનું ગધેડું લઈ લીધું છે? શું મેં કોઈને છેતર્યો છે? મેં કોઈનાં પર જુલમ કર્યો છે? મારી આંખો પર પાટો બાંધવા સારુ મેં કોઈનાં હાથથી લાંચ લીધી છે? જો એવું કર્યું હોય તો ઈશ્વરના અભિષિક્ત આગળ મારી વિરુદ્ધ સાક્ષી આપો અને હું તમને પાછું આપીશ.”
