1 શમુએલ ૧૩:૧૨
માટે મેં કહ્યું, ‘હવે પલિસ્તીઓ મારા પર ગિલ્ગાલમાં ઘસી આવશે અને મેં ઈશ્વરની કૃપાની માગણી કરી નથી.’ તેથી મેં ના છૂટકે મારી જાતે દહનીયાર્પણ કર્યું છે.”1 શમુએલ ૧૩:૧૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Samuel 13:12
- therefore I said, ‘Now the Philistines will come down on me to Gilgal, and I haven’t entreated the favor of the LORD.’ I forced myself therefore, and offered the burnt offering.”
- हिन्दी — 1 शमूएल १३:१२
- तब मैंने सोचा कि पलिश्ती गिलगाल में मुझ पर अभी आ पड़ेंगे, और मैंने यहोवा से विनती भी नहीं की है; अतः मैंने अपनी इच्छा न रहते भी होमबलि चढ़ाया।”
સંદર્ભમાં
૧૦તે દહનીયાર્પણ કરી રહ્યો કે તરત શમુએલ આવ્યો. શાઉલ તેને મળવા તથા આવકારવા માટે બહાર ગયો.
૧૧પછી શમુએલે કહ્યું, “તેં શું કર્યું છે?” શાઉલે જવાબ આપ્યો, “જયારે મેં જોયું કે લોકો મારી પાસેથી વિખેરાઈ રહ્યા છે અને નક્કી કરેલ સમયે તું અહીં આવ્યો નહિ તથા પલિસ્તીઓ મિખ્માશ પાસે એકત્ર થયા છે,
૧૨માટે મેં કહ્યું, ‘હવે પલિસ્તીઓ મારા પર ગિલ્ગાલમાં ઘસી આવશે અને મેં ઈશ્વરની કૃપાની માગણી કરી નથી.’ તેથી મેં ના છૂટકે મારી જાતે દહનીયાર્પણ કર્યું છે.”
૧૩પછી શમુએલે શાઉલને કહ્યું, “તેં આ મૂર્ખાઈ ભરેલું કાર્ય કર્યું છે. તેં તારા પ્રભુ ઈશ્વરે જે આજ્ઞા તને આપી હતી તે પાળી નથી. જો પાળી હોત તો હમણાં ઈશ્વરે ઇઝરાયલ ઉપર તારું રાજ્ય સદાને માટે સ્થાપન કર્યું હોત.
૧૪પણ હવે તારું રાજ્ય સદા ટકશે નહિ. ઈશ્વરે પોતાને મનગમતો એક માણસ શોધી કાઢ્યો છે અને ઈશ્વરે પોતાના લોકો પર રાજા તરીકે તેની નિમણૂક કરી છે, કેમ કે ઈશ્વરે જે આજ્ઞા તને આપી તે તેં પાળી નથી.”
