1 શમુએલ ૧૭:૧૧
જયારે શાઉલે તથા સર્વ ઇઝરાયલે પલિસ્તીએ કહેલા શબ્દો સાંભળ્યાં ત્યારે તેઓ નિરાશ થયા અને ઘણાં ભયભીત થયા.1 શમુએલ ૧૭:૧૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Samuel 17:11
- When Saul and all Israel heard those words of the Philistine, they were dismayed and greatly afraid.
- हिन्दी — 1 शमूएल १७:११
- उस पलिश्ती की इन बातों को सुनकर शाऊल और समस्त इस्राएलियों का मन कच्चा हो गया, और वे अत्यन्त डर गए।
સંદર્ભમાં
૯જો તે મારી સાથે લડી શકે અને મને મારી નાખી શકે, તો અમે અમારા લોકો તમારા ચાકરો થશે. પણ જો હું તેને હરાવું અને મારી નાખું, તો તમારે અમારા ચાકરો થઈને અમારી સેવા કરવી.”
૧૦ફરીથી પલિસ્તીએ કહ્યું, “હું આજે ઇઝરાયલના સૈન્યોનો તિરસ્કાર કરું છું. મને એક માણસ આપો કે અમે સાથે મળીને લડાઈ કરીએ.”
૧૧જયારે શાઉલે તથા સર્વ ઇઝરાયલે પલિસ્તીએ કહેલા શબ્દો સાંભળ્યાં ત્યારે તેઓ નિરાશ થયા અને ઘણાં ભયભીત થયા.
૧૨હવે દાઉદ બેથલેહેમ યહૂદિયાના એફ્રાથી માણસ યિશાઈનો દીકરો હતો. યિશાઈને આઠ દીકરા હતા. શાઉલના દિવસોમાં યિશાઈ વૃદ્ધ અને પુખ્ત ઉંમરનો ગણાતો હતો.
૧૩યિશાઈના ત્રણ મોટા દીકરાઓ યુદ્ધ માટે શાઉલની સાથે ગયા. તેના ત્રણ દીકરા જે યુદ્ધમાં ગયા હતા તેઓમાંના નામો આ હતાં જ્યેષ્ઠનું નામ અલિયાબ, બીજાનું અબીનાદાબ અને ત્રીજાનું શામ્મા હતું.
