1 શમુએલ ૨૦:૧૮
પછી યોનાથાને તેને કહ્યું, “કાલે અમાસ છે. તારી ગેરહાજરી જણાશે, કેમ કે તારી બેઠક ખાલી હશે.1 શમુએલ ૨૦:૧૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Samuel 20:18
- Then Jonathan said to him, “Tomorrow is the new moon, and you will be missed, because your seat will be empty.
- हिन्दी — 1 शमूएल २०:१८
- तब योनातान ने उससे कहा, “कल नया चाँद होगा; और तेरी चिन्ता की जाएगी, क्योंकि तेरी कुर्सी खाली रहेगी।
સંદર્ભમાં
૧૬તેથી યોનાથાને દાઉદના કુંટુબની સાથે કરાર કર્યો અને કહ્યું, “ઈશ્વર દાઉદના શત્રુઓની પાસેથી જવાબ માંગશે.”
૧૭અને દાઉદ પર પોતાના પ્રેમની ખાતર યોનાથાને દાઉદને ફરીથી સમ ખવડાવ્યા, કેમ કે તે પોતાના જીવની જેમ તેના ઉપર પ્રીતિ કરતો હતો.
૧૮પછી યોનાથાને તેને કહ્યું, “કાલે અમાસ છે. તારી ગેરહાજરી જણાશે, કેમ કે તારી બેઠક ખાલી હશે.
૧૯ત્યાં તું ત્રણ દિવસ રહ્યા પછી જલદીથી નીચે ઊતરીને, જ્યાં પેલા કામને પ્રસંગે તું સંતાઈ રહ્યો હતો તે ઠેકાણે આવીને, એઝેલ પથ્થર પાસે રહેજે.
૨૦નિશાન તાકતો હોઉં એવો ડોળ દેખાડીને હું તે તરફ ત્રણ બાણો મારીશ.
