1 શમુએલ ૨૦:૩૯
પણ તે છોકરો એ વિષે કશું જાણતો નહોતો. કેવળ યોનાથાન તથા દાઉદ તે બાબત વિષે જાણતા હતા.1 શમુએલ ૨૦:૩૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Samuel 20:39
- But the boy didn’t know anything. Only Jonathan and David knew the matter.
- हिन्दी — 1 शमूएल २०:३९
- इसका भेद लड़का तो कुछ न जानता था; केवल योनातान और दाऊद इस बात को जानते थे।
સંદર્ભમાં
૩૭અને યોનાથાને બાણ માર્યું હતું તે ઠેકાણે તે છોકરો પહોંચ્યો, ત્યારે યોનાથાને છોકરાંને હાંક મારીને, કહ્યું, “બાણ હજી તારાથી આગળ નથી શું?”
૩૮અને યોનાથાને છોકરાંને હાંક મારી, “ઝડપ કર, જલ્દી આવ, વિલંબ ન કર!” તેથી એ છોકરો બાણો એકઠાં કરીને પોતાના માલિક પાસે આવ્યો.
૩૯પણ તે છોકરો એ વિષે કશું જાણતો નહોતો. કેવળ યોનાથાન તથા દાઉદ તે બાબત વિષે જાણતા હતા.
૪૦યોનાથાને પોતાનાં શસ્ત્રો એ છોકરાંને આપીને તેને કહ્યું, “જા, તેમને ગિબિયા નગરમાં લઈ જા.”
૪૧તે છોકરો ગયો કે તરત, દાઉદ દક્ષિણ બાજુએથી ઊઠીને આવ્યો, જમીન તરફ મુખ નમાવીને, તેણે ત્રણ વાર પ્રણામ કર્યા. તેઓ એકબીજાને ચુંબન કરીને તથા ભેટીને રડ્યા, દાઉદનું રુદન વધારે હતું.
