1 શમુએલ ૨૪:૧૮
તેં આજે જાહેર કર્યું છે કે તે મારા માટે ભલું કર્યું છે, કેમ કે જયારે ઈશ્વરે મને તારા હાથમાં સોંપ્યો હતો ત્યારે તેં મને મારી નાખ્યો નહિ.1 શમુએલ ૨૪:૧૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Samuel 24:18
- You have declared today how you have dealt well with me, because when the LORD had delivered me up into your hand, you didn’t kill me.
- हिन्दी — 1 शमूएल २४:१८
- और तूने आज यह प्रगट किया है, कि तूने मेरे साथ भलाई की है, कि जब यहोवा ने मुझे तेरे हाथ में कर दिया, तब तूने मुझे घात न किया।
સંદર્ભમાં
૧૬દાઉદ એ શબ્દો શાઉલને કહી રહ્યો, ત્યારે શાઉલે કહ્યું, “મારા દીકરા દાઉદ, શું એ તારો અવાજ છે?” પછી શાઉલ પોક મૂકીને રડ્યો.
૧૭તેણે દાઉદને કહ્યું, “મારા કરતાં તું વધારે ન્યાયી છે. કેમ કે તેં મને સારો બદલો આપ્યો છે, પણ મેં તારા પ્રત્યે ખરાબ વર્તન રાખ્યું છે.
૧૮તેં આજે જાહેર કર્યું છે કે તે મારા માટે ભલું કર્યું છે, કેમ કે જયારે ઈશ્વરે મને તારા હાથમાં સોંપ્યો હતો ત્યારે તેં મને મારી નાખ્યો નહિ.
૧૯માટે જો કોઈ માણસને તેનો શત્રુ મળે છે, ત્યારે તે તેને સહી સલામત જવા દે છે શું? આજે તેં જે મારી પ્રત્યે સારું કર્યું છે તેનો બદલો ઈશ્વર તને આપો.
૨૦હવે, હું જાણું છું કે તું નક્કી રાજા થશે અને ઇઝરાયલનું રાજ્ય તારા હાથમાં સ્થાપિત થશે.
