1 શમુએલ ૨૬:૧૧
ઈશ્વર એવું ન થવા દો કે હું મારો હાથ ઈશ્વરના અભિષિક્તની વિરુદ્ધ ઉગામું પણ હવે, તને આજીજી કરું છું, તેના માથા પાસેનો ભાલો તથા પાણીનું પાત્ર લઈ લે. અને પછી જઈએ.”1 શમુએલ ૨૬:૧૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Samuel 26:11
- The LORD forbid that I should stretch out my hand against the LORD’s anointed; but now please take the spear that is at his head and the jar of water, and let’s go.”
- हिन्दी — 1 शमूएल २६:११
- यहोवा न करे कि मैं अपना हाथ यहोवा के अभिषिक्त पर उठाऊँ; अब उसके सिरहाने से भाला और पानी की सुराही उठा ले, और हम यहाँ से चले जाएँ।”
સંદર્ભમાં
૯દાઉદે અબિશાયને કહ્યું, “તેને મારી નાખીશ નહિ. કેમ કે ઈશ્વરના અભિષિક્તની વિરુદ્ધ પોતાના હાથ ઉગામીને કોણ નિર્દોષ રહી શકે?”
૧૦દાઉદે કહ્યું” જીવતા ઈશ્વરના સમ, ઈશ્વર તેને મારશે અથવા તેનો મોતનો દિવસ આવશે અથવા તો તે લડાઈમાં નાશ પામશે.
૧૧ઈશ્વર એવું ન થવા દો કે હું મારો હાથ ઈશ્વરના અભિષિક્તની વિરુદ્ધ ઉગામું પણ હવે, તને આજીજી કરું છું, તેના માથા પાસેનો ભાલો તથા પાણીનું પાત્ર લઈ લે. અને પછી જઈએ.”
૧૨તેથી દાઉદે ભાલો તથા પાણીનું પાત્ર શાઉલના માથા પાસેથી લઈ લીધાં અને તેઓ ત્યાંથી જતા રહ્યા. કોઈએ તે વિશે જોયું નહિ કે જાણ્યું નહિ, કોઈ જાગ્યો નહિ; કેમ કે ઈશ્વરે તેમને ગાઢ નિદ્રામાં નાખ્યા હતા.
૧૩પછી દાઉદ સામેની બાજુએ જઈને પર્વતના શિખર ઉપર દૂર ઊભો રહ્યો; તેઓની વચમાં ઘણું અંતર હતું.
