1 શમુએલ ૨૭:૧૧
દાઉદે કોઈપણ પુરુષોને કે સ્ત્રીઓને ગાથમાં લાવવા માટે તેઓને જીવતાં રહેવા દીધા નહિ. તેણે કહ્યું, “રખેને તેઓ અમારી વિરુદ્ધ સાક્ષી પૂરે, કે ‘દાઉદે આમ કર્યું.” જ્યાં સુધી તે પલિસ્તીઓના દેશમાં રહ્યો તેટલો બધો વખત તે આવું જ કરતો રહ્યો છે.1 શમુએલ ૨૭:૧૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Samuel 27:11
- David saved neither man nor woman alive to bring them to Gath, saying, “Lest they should tell about us, saying, ‘David did this, and this has been his way all the time he has lived in the country of the Philistines.’”
- हिन्दी — 1 शमूएल २७:११
- दाऊद ने स्त्री पुरुष किसी को जीवित न छोड़ा कि उन्हें गत में पहुँचाए; उसने सोचा था, “ऐसा न हो कि वे हमारा काम बताकर यह कहें, कि दाऊद ने ऐसा-ऐसा किया है। वरन् जब से वह पलिश्तियों के देश में रहता है, तब से उसका काम ऐसा ही है।”
સંદર્ભમાં
૯દાઉદે તે દેશ ઉપર હુમલો કરીને કોઈપણ પુરુષને કે સ્ત્રીને જીવતા રહેવા દીધા નહિ; તેણે ઘેટાં, બળદો, ગધેડાં, ઊંટો તથા વસ્ત્રો લઈ લીધા; તે પાછો વળ્યો અને ફરીથી આખીશ પાસે આવ્યો.
૧૦આખીશ પૂછતો, “આજે તારી સવારી ક્યાં ધાડ પાડી આવી?” દાઉદ જવાબ આપતો, “યહૂદિયાના દક્ષિણ પર,” “યરાહમેલીઓના દક્ષિણ પર,” તથા “કેનીઓના દક્ષિણ પર.”
૧૧દાઉદે કોઈપણ પુરુષોને કે સ્ત્રીઓને ગાથમાં લાવવા માટે તેઓને જીવતાં રહેવા દીધા નહિ. તેણે કહ્યું, “રખેને તેઓ અમારી વિરુદ્ધ સાક્ષી પૂરે, કે ‘દાઉદે આમ કર્યું.” જ્યાં સુધી તે પલિસ્તીઓના દેશમાં રહ્યો તેટલો બધો વખત તે આવું જ કરતો રહ્યો છે.
૧૨આખીશ દાઉદનો વિશ્વાસ કરતાં કહેતો કે, “તેણે પોતાના ઇઝરાયલ લોકનો સંપૂર્ણ ધિક્કાર સંપાદન કર્યો છે; માટે તે સદા મારો દાસ થઈને રહેશે.”
