1 શમુએલ ૨૭:૨
દાઉદ ઊઠયો અને તે તથા તેની સાથેના છસો માણસો માઓખના દીકરા તથા ગાથના રાજા આખીશ પાસે જતા રહ્યા.1 શમુએલ ૨૭:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Samuel 27:2
- David arose and passed over, he and the six hundred men who were with him, to Achish the son of Maoch, king of Gath.
- हिन्दी — 1 शमूएल २७:२
- तब दाऊद अपने छः सौ संगी पुरुषों को लेकर चला गया, और गत के राजा माओक के पुत्र आकीश के पास गया।
સંદર્ભમાં
૧દાઉદના મનમાં થયું કે, “હવે તો એક દિવસ હું શાઉલના હાથથી માર્યો જઈશ; પલિસ્તીઓના દેશમાં નાસી જવા કરતાં બીજું કંઈ મારા માટે સારું નથી; શાઉલ મારા વિષે નિરાશ થઈને ઇઝરાયલની સર્વ સરહદોમાં મારી શોધ કરવાનું છોડી દેશે; એમ તેમના હાથમાંથી હું બચી જઈશ.”
૨દાઉદ ઊઠયો અને તે તથા તેની સાથેના છસો માણસો માઓખના દીકરા તથા ગાથના રાજા આખીશ પાસે જતા રહ્યા.
૩દાઉદ તથા તેના માણસો ગાથમાં આખીશ સાથે રહ્યા, દરેક માણસ પોતાના પરિવાર સહિત અને દાઉદ પણ પોતાની બે પત્નીઓ, એટલે યિઝ્રએલી અહિનોઆમ તથા નાબાલની પત્ની કાર્મેલી અબિગાઈલ સાથે રહ્યો.
૪શાઉલને કહેવામાં આવ્યું હતું કે દાઉદ ગાથમાં નાસી ગયો છે, તેથી તેણે ફરી તેની શોધ કરી નહિ.
