1 શમુએલ ૨૮:૨૦
ત્યારે શાઉલ તરત ભૂમિ પર નમી પડ્યો. અને શમુએલના શબ્દોથી બહુ ભયભીત થયો. તેનામાં કંઈ શક્તિ રહી નહોતી; કેમ કે તેણે આખો દિવસ તથા આખી રાત કશું પણ ખાધું ન હતું.1 શમુએલ ૨૮:૨૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Samuel 28:20
- Then Saul fell immediately his full length on the earth, and was terrified, because of Samuel’s words. There was no strength in him, for he had eaten no bread all day long or all night long.
- हिन्दी — 1 शमूएल २८:२०
- तब शाऊल तुरन्त मुँह के बल भूमि पर गिर पड़ा, और शमूएल की बातों के कारण अत्यन्त डर गया; उसने पूरे दिन और रात भोजन न किया था, इससे उसमें बल कुछ भी न रहा।
સંદર્ભમાં
૧૮કેમ કે તેં ઈશ્વરની વાણી માની નહિ, તેમના સખત ક્રોધનો અમલ અમાલેક ઉપર કર્યો નહિ, એ માટે ઈશ્વરે આજે તારી આ દશા કરી છે.
૧૯વળી, ઈશ્વર તારી માફક ઇઝરાયલને પણ પલિસ્તીઓના હાથમાં સોંપશે. કાલે તું તથા તારા દીકરાઓ મારી સાથે હશો; ઈશ્વર ઇઝરાયલના સૈન્યને પણ પલિસ્તીઓના હાથમાં સોંપશે.”
૨૦ત્યારે શાઉલ તરત ભૂમિ પર નમી પડ્યો. અને શમુએલના શબ્દોથી બહુ ભયભીત થયો. તેનામાં કંઈ શક્તિ રહી નહોતી; કેમ કે તેણે આખો દિવસ તથા આખી રાત કશું પણ ખાધું ન હતું.
૨૧તે સ્ત્રી શાઉલ પાસે આવી અને તેને ઘણો ગભરાયેલો જોઈને તેણે તેને કહ્યું, “જો, તારી આ સેવિકાએ પોતાનો જીવ મુઠ્ઠીમાં મૂકી તેં જે કહ્યું તે સાંભળ્યું છે. અને તારા કહેવા પ્રમાણે કર્યું છે.
૨૨માટે હવે, કૃપા કરી, મારી વિનંતી સાંભળ મને થોડો ખોરાક તારી આગળ મૂકવા દે. ખા કે જેથી તારે રસ્તે ચાલવાની શક્તિ તારામાં આવે.”
