Skip to content
Methodist Church Nadiad
તે સ્ત્રીએ તેને કહ્યું કે, “જો, શાઉલે શું કર્યું છે તે તું જાણે છે કે તેણે મૃતક સાથે વાત કરનારા તથા જાદુગરોને દેશમાંથી નાબૂદ કર્યા છે. તો તું મારા જીવને જોખમમાં કેમ પાડે છે? શું મને મારી નાખવા?”

1 શમુએલ ૨૮:૯ · IRV

આ કલમ બીજી ભાષાઓમાં

English1 Samuel 28:9
The woman said to him, “Behold, you know what Saul has done, how he has cut off those who have familiar spirits and the wizards out of the land. Why then do you lay a snare for my life, to cause me to die?”
हिन्दी1 शमूएल २८:९
स्त्री ने उससे कहा, “तू जानता है कि शाऊल ने क्या किया है, कि उसने ओझों और भूत-सिद्धि करनेवालों का देश से नाश किया है। फिर तू मेरे प्राण के लिये क्यों फंदा लगाता है कि मुझे मरवा डाले।”

સંદર્ભમાં

તેથી શાઉલે પોતાના ચાકરોને કહ્યું, “મૃતક સાથે વાત કરી શકે તેવી સ્ત્રીને મારે સારુ શોધી લાવો. મારે તેની સલાહ લેવી છે.” તેના ચાકરોએ તેને કહ્યું,” એક સ્ત્રી એન-દોરમાં છે. જે મૃતક સાથે વાત કરી શકે છે.”

શાઉલે વેષ બદલવા માટે જુદાં વસ્ત્રો પહેર્યા. અને તે તથા તેની સાથે બે માણસો રાત્રે તે સ્ત્રીની પાસે ગયા. તેણે તેને કહ્યું, “કૃપા કરી, તારી મંત્ર વિધા વડે મૃતકની મદદથી મારે માટે ભવિષ્ય જો અને જેનું નામ હું તને કહું તેને મારે માટે હાજર કર.”

તે સ્ત્રીએ તેને કહ્યું કે, “જો, શાઉલે શું કર્યું છે તે તું જાણે છે કે તેણે મૃતક સાથે વાત કરનારા તથા જાદુગરોને દેશમાંથી નાબૂદ કર્યા છે. તો તું મારા જીવને જોખમમાં કેમ પાડે છે? શું મને મારી નાખવા?”

૧૦શાઉલે તેની આગળ ઈશ્વરના સોગન ખાઈને કહ્યું, “આ કૃત્યને લીધે તારે કશું અહિત થશે નહિ.”

૧૧ત્યારે તે સ્ત્રીએ કહ્યું, “હું કોને તારી પાસે ઊઠાડી લાવું?” શાઉલે કહ્યું, “મારી પાસે શમુએલને બોલાવી લાવ.”

આખો અધ્યાય વાંચો

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.