1 શમુએલ ૩:૭
હવે શમુએલને હજી સુધી ઈશ્વરનો કોઈપણ પ્રકારનો પરિચય થયો નહોતો, ક્યારેય ઈશ્વરનો કોઈ સંદેશ તેને પ્રગટ થયો ન હતો.1 શમુએલ ૩:૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Samuel 3:7
- Now Samuel didn’t yet know the LORD, neither was the LORD’s word yet revealed to him.
- हिन्दी — 1 शमूएल ३:७
- उस समय तक तो शमूएल यहोवा को नहीं पहचानता था, और न यहोवा का वचन ही उस पर प्रगट हुआ था।
સંદર્ભમાં
૫શમુએલે એલીની પાસે દોડી જઈને કહ્યું, “હું આ રહ્યો, કેમ કે તેં મને બોલાવ્યો.” એલીએ કહ્યું, “મેં તને બોલાવ્યો નથી; પાછો જઈને ઊંઘી જા.” જેથી શમુએલ જઈને ઊંઘી ગયો.
૬ઈશ્વરે ફરીથી હાંક મારી, “શમુએલ.” ફરીથી શમુએલ ઊઠીને એલી પાસે ગયો અને કહ્યું, “હું આ રહ્યો, કેમ કે તેં મને બોલાવ્યો.” એલીએ જવાબ આપ્યો, “મેં તને નથી બોલાવ્યો, મારા દીકરા; પાછો જઈને ઊંઘી જા.”
૭હવે શમુએલને હજી સુધી ઈશ્વરનો કોઈપણ પ્રકારનો પરિચય થયો નહોતો, ક્યારેય ઈશ્વરનો કોઈ સંદેશ તેને પ્રગટ થયો ન હતો.
૮ફરીથી ઈશ્વરે શમુએલને ત્રીજી વાર હાંક મારી. શમુએલ ઊઠીને એલી પાસે ગયો અને કહ્યું, “હું આ રહ્યો, કેમ કે તેં મને બોલાવ્યો.” પછી એલીને સમજાયું કે ઈશ્વર છોકરાંને બોલાવી રહ્યા છે.
૯માટે એલીએ શમુએલને કહ્યું, “જઈને પાછો સૂઈ જા; જો તે તને ફરીથી બોલાવે, તો તારે કહેવું, ‘બોલો, ઈશ્વર, કેમ કે તમારો સેવક સાંભળે છે.’ જેથી શમુએલ ફરીથી પોતાની પથારીમાં જઈને ઊંઘી ગયો.
