1 શમુએલ ૮:૧૩
તે તમારી દીકરીઓને પણ પકડીને મીઠાઈ બનાવનારી, રસોઈ બનાવવાના અને ભઠિયારણો થવા સારુ લઈ જશે.1 શમુએલ ૮:૧૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Samuel 8:13
- He will take your daughters to be perfumers, to be cooks, and to be bakers.
- हिन्दी — 1 शमूएल ८:१३
- फिर वह तुम्हारी बेटियों को लेकर उनसे सुगन्ध-द्रव्य और रसोई और रोटियाँ बनवाएगा।
સંદર્ભમાં
૧૧તેણે કહ્યું, “જે રાજા તમારા પર શાસન કરશે તે આવો થશે. તે તમારા દીકરાઓને પકડીને પોતાના રથોને સારુ તેઓને નીમશે અને તેઓને પોતાના ઘોડેસવારો કરશે, તેના રથો આગળ તેઓ દોડશે.
૧૨તે પોતાને માટે હજાર ઉપર અને પચાસ ઉપર મુકાદમ સરદારો નીમશે. અને કેટલાકને પોતાની જમીન ખેડવા, કેટલાકને તેના પાકને ભેગો કરવા, કેટલાકને યુદ્ધમાં હથિયાર બનાવવા અને તેના રથોનાં સાધનો બનાવવાના કામે લગાડશે.
૧૩તે તમારી દીકરીઓને પણ પકડીને મીઠાઈ બનાવનારી, રસોઈ બનાવવાના અને ભઠિયારણો થવા સારુ લઈ જશે.
૧૪તે તમારાં ફળદ્રુપ ખેતરો, તમારી દ્રાક્ષવાડીઓ અને જૈતૂનવાડીઓ લઈ લેશે અને તે પોતાના ચાકરોને આપશે.
૧૫તે તમારા અનાજમાંથી અને તમારી દ્રાક્ષવાડીઓમાંથી દસમો ભાગ લઈને પોતાના અધિકારીઓને તથા પોતાના ચાકરોને આપશે.
