1 શમુએલ ૯:૧૧
જયારે તેઓ નગરમાં જવા સારુ પર્વત ચઢતા હતા, ત્યારે જે પાણી ભરવાને બહાર આવતી યુવતીઓ તેઓને મળી. શાઉલ તથા તેના સેવકે તેઓને પૂછ્યું, “શું પ્રબોધક અહીં છે?”1 શમુએલ ૯:૧૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Samuel 9:11
- As they went up the ascent to the city, they found young maidens going out to draw water, and said to them, “Is the seer here?”
- हिन्दी — 1 शमूएल ९:११
- उस नगर की चढ़ाई पर चढ़ते समय उन्हें कई एक लड़कियाँ मिलीं जो पानी भरने को निकली थीं; उन्होंने उनसे पूछा, “क्या दर्शी यहाँ है?”
સંદર્ભમાં
૯અગાઉ ઇઝરાયલમાં, જયારે કોઈ માણસ ઈશ્વરની સલાહ લેવા જતો, તે કહેતો, “ચાલો, આપણે પ્રેરક પાસે જઈએ.” કેમ કે આજના પ્રબોધક અગાઉ પ્રબોધક કહેવાતા હતા.
૧૦ત્યારે શાઉલે પોતાના ચાકરને કહ્યું, “તેં ઠીક કહ્યું. ચાલ, આપણે જઈએ.” તેથી તેઓ નગરમાં જ્યાં ઈશ્વરભક્ત રહેતો હતો ત્યાં ગયા.
૧૧જયારે તેઓ નગરમાં જવા સારુ પર્વત ચઢતા હતા, ત્યારે જે પાણી ભરવાને બહાર આવતી યુવતીઓ તેઓને મળી. શાઉલ તથા તેના સેવકે તેઓને પૂછ્યું, “શું પ્રબોધક અહીં છે?”
૧૨તેઓએ ઉત્તર આપ્યો, “હા, તે છે; જુઓ, તે તમારી આગળ ગયો છે; હવે વહેલા જાઓ, કેમ કે આજે તે નગરમાં આવ્યો છે; કારણ કે આજે ઉચ્ચસ્થાને લોકો બલિદાન કરવાના છે.
૧૩તમે નગરમાં પેસશો કે તરત, ઉચ્ચસ્થાને તે જમવા જાય તે પહેલાં તે તમને મળશે. કેમ કે તે આવીને બલિદાનને આશીર્વાદ નહિ દે; ત્યાં સુધી લોકો ખાશે નહિ, પછી જેઓ નોતરેલા છે તેઓ ખાશે. તો હવે જાઓ, તે તમને આ વખતે તરત જ મળશે.”
