1 શમુએલ ૯:૨
તેને શાઉલ નામનો એક દીકરો હતો, તે જુવાન સુંદર પુરુષ હતો. ઇઝરાયલ લોકોમાં તેના કરતાં વધારે સુંદર કોઈ નહોતો. તેના ખભાથી ઉપરનો ભાગ સર્વ લોકોથી ઊંચો હતો.1 શમુએલ ૯:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Samuel 9:2
- He had a son whose name was Saul, an impressive young man; and there was not among the children of Israel a more handsome person than he. From his shoulders and upward he was taller than any of the people.
- हिन्दी — 1 शमूएल ९:२
- उसके शाऊल नामक एक जवान पुत्र था, जो सुन्दर था, और इस्राएलियों में कोई उससे बढ़कर सुन्दर न था; वह इतना लम्बा था कि दूसरे लोग उसके कंधे ही तक आते थे।
સંદર્ભમાં
૧બિન્યામીનીઓમાંનો એક માણસ હતો. જે પ્રભાવશાળી હતો. તેનું નામ કીશ હતું, તે બિન્યામીનીઓમાંના અફિયાનો દીકરો, બખોરોથનો દીકરો, સરોરનો દીકરો, અબીએલનો દીકરો હતો.
૨તેને શાઉલ નામનો એક દીકરો હતો, તે જુવાન સુંદર પુરુષ હતો. ઇઝરાયલ લોકોમાં તેના કરતાં વધારે સુંદર કોઈ નહોતો. તેના ખભાથી ઉપરનો ભાગ સર્વ લોકોથી ઊંચો હતો.
૩હવે શાઉલના પિતા, કીશના ગધેડાં ખોવાઈ ગયાં હતાં. તેથી કીશે પોતાના દીકરા શાઉલને કહ્યું, “તું તારી સાથે ચાકરોમાંથી એકને લે; ઊઠ અને જઈને ગધેડાંની શોધ કર.”
૪તેથી શાઉલ અને તેનો ચાકર એફ્રાઇમના પહાડી પ્રદેશ પસાર કરીને શાલીશા દેશ વટાવ્યો, પણ તેઓને ગધેડાં મળ્યાં નહિ. તેઓએ શાલીમ દેશ પસાર કર્યો પણ ત્યાંથીય ગધેડાં મળ્યાં નહિ. પછી તેઓએ બિન્યામીનીઓનો દેશ ઓળંગ્યો, ત્યાં પણ ગધેડાંનો પત્તો લાગ્યો નહિ.
