1 શમુએલ ૯:૨૪
હવે રસોઈયાએ જાંઘ તથા તેના પરનું માંસ જે બલિદાન માટે હતું તે લઈને, શાઉલ આગળ મૂક્યું. પછી શમુએલે કહ્યું, “જો આ તારા માટે રાખી મૂકેલું છે, તે ખા. કેમ કે મેં લોકોને નોતર્યા છે એવું કહીને ઠરાવેલા સમયને માટે તારે સારુ તે રાખી મૂક્યું છે.’ એમ તે દિવસે શાઉલ શમુએલ સાથે જમ્યો.1 શમુએલ ૯:૨૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Samuel 9:24
- The cook took up the thigh, and that which was on it, and set it before Saul. Samuel said, “Behold, that which has been reserved! Set it before yourself and eat; because it has been kept for you for the appointed time, for I said, ‘I have invited the people.’” So Saul ate with Samuel that day.
- हिन्दी — 1 शमूएल ९:२४
- तो रसोइये ने जाँघ को माँस समेत उठाकर शाऊल के आगे धर दिया; तब शमूएल ने कहा, “जो रखा गया था उसे देख, और अपने सामने रख के खा; क्योंकि वह तेरे लिये इसी नियत समय तक, जिसकी चर्चा करके मैंने लोगों को न्योता दिया, रखा हुआ है।” शाऊल ने उस दिन शमूएल के साथ भोजन किया।
સંદર્ભમાં
૨૨શમુએલ શાઉલ તથા તેના ચાકરને, મોટા ખંડમાં લઈ આવ્યો, જેઓને નોતરેલા હતા તેઓ મધ્યે તેઓને સૌથી અગ્રસ્થાને બેસાડ્યા, તેઓ આશરે ત્રીસ માણસ હતા.
૨૩શમુએલે રસોઈયાને કહ્યું કે, “જે ભાગ મેં તને આપ્યો તે લાવ અને જે વિષે મેં તને કહ્યું હતું, ‘તે બાજુ પર મૂક.’
૨૪હવે રસોઈયાએ જાંઘ તથા તેના પરનું માંસ જે બલિદાન માટે હતું તે લઈને, શાઉલ આગળ મૂક્યું. પછી શમુએલે કહ્યું, “જો આ તારા માટે રાખી મૂકેલું છે, તે ખા. કેમ કે મેં લોકોને નોતર્યા છે એવું કહીને ઠરાવેલા સમયને માટે તારે સારુ તે રાખી મૂક્યું છે.’ એમ તે દિવસે શાઉલ શમુએલ સાથે જમ્યો.
૨૫જયારે તેઓ ઉચ્ચસ્થાનેથી ઊતરીને નગરમાં આવ્યા, ત્યારે અગાસી પર તેઓ શાઉલ સાથે વાત કર્યા .
૨૬સૂર્યોદયને સમયે એમ થયું કે, શમુએલે શાઉલને અગાસી પર હાંક મારી, “ઊઠ, જેથી હું તને તારા રસ્તે વિદાય કરું.” તેથી શાઉલ ઊઠ્યો અને બન્ને એટલે તે તથા શમુએલ શેરીમાં ચાલી નીકળ્યા.
