2 કાળવૃતાંત ૧:૧૪
સુલેમાને રથો તથા ઘોડેસવારોને એકત્ર કર્યા: તેની પાસે એક હજાર ચારસો રથો તથા એક હજાર બસો ઘોડેસવારો હતા, તેમાંના કેટલાકને તેણે રથો રાખવાના નગરોમાં અને પોતાની પાસે યરુશાલેમમાં રાખ્યા.2 કાળવૃતાંત ૧:૧૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Chronicles 1:14
- Solomon gathered chariots and horsemen. He had one thousand four hundred chariots and twelve thousand horsemen that he placed in the chariot cities, and with the king at Jerusalem.
- हिन्दी — 2 इतिहास १:१४
- फिर सुलैमान ने रथ और सवार इकट्ठे कर लिये; और उसके चौदह सौ रथ और बारह हजार सवार थे, और उनको उसने रथों के नगरों में, और यरूशलेम में राजा के पास ठहरा रखा।
સંદર્ભમાં
૧૨હવે તને ડહાપણ તથા જ્ઞાન બક્ષ્યાં છે; હું તને એટલું બધું ધન, સંપત્તિ અને આદર આપીશ કે તારી અગાઉ જે રાજાઓ થઈ ગયા તેઓની પાસે એટલું ન હતું. અને તારા પછીના કોઈને મળશે પણ નહિ.”
૧૩તેથી સુલેમાન ગિબ્યોનના ઉચ્ચસ્થાનમાંથી મુલાકાતમંડપ આગળથી યરુશાલેમ આવ્યો; અને તેણે ઇઝરાયલ ઉપર રાજ કર્યું.
૧૪સુલેમાને રથો તથા ઘોડેસવારોને એકત્ર કર્યા: તેની પાસે એક હજાર ચારસો રથો તથા એક હજાર બસો ઘોડેસવારો હતા, તેમાંના કેટલાકને તેણે રથો રાખવાના નગરોમાં અને પોતાની પાસે યરુશાલેમમાં રાખ્યા.
૧૫રાજાએ યરુશાલેમમાં સોનું તથા ચાંદી એટલાં બધાં વધારી દીધાં કે તે પથ્થરની તોલે થઈ ગયાં. અને દેવદારનાં લાકડાં એટલા બધાં વધી ગયા કે તે નીચાણના પ્રદેશમાંનાં ગુલ્લર વૃક્ષોનાં લાકડા જેવા થઈ પડ્યાં.
૧૬સુલેમાનના ઘોડાને તેના વેપારીઓ મિસરમાંથી વેચાતા લાવ્યા હતા.
