2 કાળવૃતાંત ૧:૯
હવે, પ્રભુ ઈશ્વર, મારા પિતા દાઉદને જે વચન આપ્યું હતું તે ફળીભૂત કરો, કેમ કે તમે મને પૃથ્વીની ધૂળની રજ જેટલા અસંખ્ય લોકો પર રાજા બનાવ્યો છે.2 કાળવૃતાંત ૧:૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Chronicles 1:9
- Now, LORD God, let your promise to David my father be established; for you have made me king over a people like the dust of the earth in multitude.
- हिन्दी — 2 इतिहास १:९
- अब हे यहोवा परमेश्वर! जो वचन तूने मेरे पिता दाऊद को दिया था, वह पूरा हो; तूने तो मुझे ऐसी प्रजा का राजा बनाया है जो भूमि की धूल के किनकों के समान बहुत है।
સંદર્ભમાં
૭તે રાત્રે ઈશ્વરે સુલેમાનને દર્શન આપીને કહ્યું, “માગ! હું તને શું આપું?”
૮સુલેમાને ઈશ્વરને કહ્યું, “તમે મારા પિતા દાઉદ પ્રત્યે ઘણાં વિશ્વાસુ રહ્યા હતા. અને તેની જગ્યાએ મને રાજા બનાવ્યો છે.
૯હવે, પ્રભુ ઈશ્વર, મારા પિતા દાઉદને જે વચન આપ્યું હતું તે ફળીભૂત કરો, કેમ કે તમે મને પૃથ્વીની ધૂળની રજ જેટલા અસંખ્ય લોકો પર રાજા બનાવ્યો છે.
૧૦હવે તમે મને ડહાપણ તથા જ્ઞાન આપો, કે જેથી હું આ લોકોનો ન્યાયાધીશ થઈ શકું. કારણ કે તમારી આ મહાન પ્રજાનો ન્યાય કોણ કરી શકે?”
૧૧ઈશ્વરે સુલેમાનને કહ્યું, “તારા હૃદયમાં આ મહાન બાબત છે. તેં ધન, સંપત્તિ, આદર અથવા તને જે ધિક્કારે છે તેઓના જીવ, તેમ જ પોતાના માટે લાંબુ આયુષ્ય માગ્યું નહિ; પણ તેં તારા માટે ડહાપણ તથા જ્ઞાન માગ્યું, કે જેથી તું મારા લોકો પર રાજ અને ન્યાય કરી શકે. જો કે એ માટે જ મેં તને રાજા બનાવ્યો છે.
