2 કાળવૃતાંત ૧૩:૧૬
ઇઝરાયલના લોકો યહૂદાની આગળથી નાસી ગયા અને ઈશ્વરે યહૂદાના હાથે યરોબામને તથા ઇઝરાયલને હરાવ્યા.2 કાળવૃતાંત ૧૩:૧૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Chronicles 13:16
- The children of Israel fled before Judah, and God delivered them into their hand.
- हिन्दी — 2 इतिहास १३:१६
- तब इस्राएली यहूदा के सामने से भागे, और परमेश्वर ने उन्हें उनके हाथ में कर दिया।
સંદર્ભમાં
૧૪જયારે યહૂદાએ પાછળ જોયું, તો જુઓ, પોતાની આગળ તથા પાછળ યુદ્ધની તૈયારી કરી રાખી હતી. તેઓએ ઈશ્વરને પોકાર કર્યો અને યાજકોએ રણશિંગડાં વગાડ્યાં.
૧૫પછી યહૂદાના માણસોએ ઊંચા સાદે પોકાર કર્યો; તેઓએ પોકાર કર્યો તે સાથે જ ઈશ્વરે યરોબામ અને ઇઝરાયલને અબિયા અને યહૂદાની આગળ માર્યા.
૧૬ઇઝરાયલના લોકો યહૂદાની આગળથી નાસી ગયા અને ઈશ્વરે યહૂદાના હાથે યરોબામને તથા ઇઝરાયલને હરાવ્યા.
૧૭અબિયા અને તેના સૈન્યએ તેઓની ભારે ખુવારી કરીને તેઓનો સંહાર કર્યો; ઇઝરાયલના પાંચ લાખ ચુનંદા માણસો માર્યા ગયા.
૧૮આ રીતે, તે સમયે ઇઝરાયલીઓ હારી ગયા અને યહૂદિયાના લોકો જીતી ગયા યહૂદિયાના લોકોએ પોતાના પિતૃઓના ઈશ્વર, પ્રભુ પર આધાર રાખ્યો હતો.
