2 કાળવૃતાંત ૧૮:૧૧
સર્વ પ્રબોધકોએ એવો જ પ્રબોધ કર્યો હતો, “રામોથ ગિલ્યાદ પર ચઢાઈ કરીને વિજયી થાઓ; કારણ કે ઈશ્વરે તેને રાજાના હાથમાં આપી દીધું છે.”2 કાળવૃતાંત ૧૮:૧૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Chronicles 18:11
- All the prophets prophesied so, saying, “Go up to Ramoth Gilead, and prosper; for the LORD will deliver it into the hand of the king.”
- हिन्दी — 2 इतिहास १८:११
- सब नबियों ने इसी आशय की नबूवत करके कहा, “गिलाद के रामोत पर चढ़ाई कर और तू कृतार्थ होवे; क्योंकि यहोवा उसे राजा के हाथ कर देगा।”
સંદર્ભમાં
૯હવે, ઇઝરાયલનો રાજા આહાબ અને યહૂદાનો રાજા યહોશાફાટ રાજપોશાક પહેરીને સમરુનના દરવાજાની આગળ ખુલ્લી જગ્યામાં પોતપોતાનાં સિંહાસન પર બેઠા અને બધા પ્રબોધકો તેઓની આગળ પોતપોતાની પ્રબોધવાણીઓ સંભળાવતા હતા.
૧૦કેનાહના દીકરા સિદકિયાએ પોતાને માટે લોખંડનાં શિંગડાં બનાવડાવ્યા હતાં. તે બતાવીને બોલ્યો, “ઈશ્વર એવું કહે છે, ‘અરામીઓનો નાશ થતાં સુધી આવાં શિંગ વડે તમે તેમને હઠાવશો.’”
૧૧સર્વ પ્રબોધકોએ એવો જ પ્રબોધ કર્યો હતો, “રામોથ ગિલ્યાદ પર ચઢાઈ કરીને વિજયી થાઓ; કારણ કે ઈશ્વરે તેને રાજાના હાથમાં આપી દીધું છે.”
૧૨જે સંદેશવાહક મિખાયાને બોલાવવા ગયો હતો તેણે મિખાયાને કહ્યું, “હવે જો, બધા પ્રબોધકો એક સાથે રાજાને માટે સારું ભવિષ્ય કહે છે. કૃપા કરી તારું કહેવું પણ તેમના જેવું જ હોય તો સારું.”
૧૩મિખાયાએ જવાબ આપ્યો, “જીવતા ઈશ્વરના સમ કે, મારા પ્રભુ મને જે કહેશે તે જ હું બોલીશ.”
