2 કાળવૃતાંત ૨:૧
હવે સુલેમાને ઈશ્વરના માટે સભાસ્થાન તથા પોતાના રાજ્યને માટે રાજમહેલ બાંધવાનો હુકમ ફરમાવ્યો.2 કાળવૃતાંત ૨:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Chronicles 2:1
- Now Solomon decided to build a house for the LORD’s name, and a house for his kingdom.
- हिन्दी — 2 इतिहास २:१
- अब सुलैमान ने यहोवा के नाम का एक भवन और अपना राजभवन बनाने का विचार किया।
સંદર્ભમાં
૧હવે સુલેમાને ઈશ્વરના માટે સભાસ્થાન તથા પોતાના રાજ્યને માટે રાજમહેલ બાંધવાનો હુકમ ફરમાવ્યો.
૨સુલેમાને સિત્તેર હજાર માણસોને ભાર ઊંચકવા માટે, એંશી હજાર માણસોને પર્વતોમાં લાકડાં કાપવા માટે તથા ત્રણ હજાર છસો માણસોને તેઓના પર દેખરેખ રાખવા મુકાદમ તરીકે કામે રાખ્યા.
૩સુલેમાને તૂરના રાજા હીરામની પાસે સંદેશો મોકલીને જણાવ્યું, “તું મારા પિતા દાઉદની સાથે જેમ વર્ત્યો અને તેને રાજમહેલ બાંધવા માટે દેવદારનાં લાકડાં મોકલી આપ્યાં હતાં, તેમ જ તું મારી સાથે વર્તજે.
